शंकरं शंकराचार्य केशवं बादरायणम् ।
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥

અખિલ વિશ્વને વેદાંતસૂત્ર આપનારા બાદરાયણ સ્વરૂપ ભગવાન કેશવ તથા વેદાંત સૂત્રોનું ભાષ્ય આપનારા ભગવત્પાદ શ્રીશંકરાચાર્યના રૂપે અવતાર ધારણ કરનારા ભગવાન શ્રીશંકર, એ બંનેને હું વારંવાર પ્રણામ કરું છું.

श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयम् ।
नमामि भगवत्पादं शंकरं लोकशंकरम् ॥

શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોમાં સન્નિહિત સમગ્ર જ્ઞાનના ભંડાર રૂપ, જગત પર મંગલવૃષ્ટિ કરનારા, દયામૂર્તિ, ભગવત્પાદ શ્રીશંકરાચાર્યની હું વંદના કરું છું.

Total Views: 44
By Published On: April 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.