नान्यं वरं किमपि जातुचिदर्थये त्वां
त्वत्पादुका-भजनमेव वरं वृणेऽहम् ।
भुक्तिं समस्तभवरोग-निदानभूतां
मुक्तिं च भक्तिरस – भङ्गकरीं न याचे ॥

બીજું ન કાંઈ વરદાન મને ખપે છે,
માગું જ એક શરણું તવ પાદનું હું;
આ ભોગ સર્વભવરોગનિદાનરૂપ,
કે મોક્ષ ભક્તિરસભંજકને ન યાચું.

नैवार्थकामसुखयोः कुतुकं ममास्तु
न स्वर्गमोक्ष-रसयोश्च कुतूहलं स्यात् ।
नो योगसिद्धिषु च कौतुकमस्तु किन्तु
कौतूहलं तव पदार्चन एव भूयात् ॥

ના અર્થ-કામ સુખ કૌતુક હો મને ને,
ના સ્વર્ગ મોક્ષ રસનાંય કુતૂહલો હો;
કે યોગસિદ્ધિ રસ હો મુજને ન કોઈ,
હોજો કુતૂહલ પદાર્ચનમાં જ મારું.

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’ – શ્લોક ૧૩૯-૧૪૦)

Total Views: 64
By Published On: December 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.