શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ચતુર્દિવસીય પ્રવચનમાળા

સ્થળ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમંદિર નીચેના હોલ સમય : સાંજે ૭.૦૦ વાગ્યે 

તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૦૭ ને શુક્રવારે વેદાંત સેન્ટર સીડની (ઓસ્ટ્રેલિયા)ના મિનિસ્ટર ઈન્ચાર્જ શ્રીમત્‌ સ્વામી શ્રીધરાનંદજી મહારાજનાં ‘સર્વધર્મ સ્થાપક અને સર્વધર્મ સ્વરૂપ શ્રીરામકૃષ્ણ’; ૧૫ ડિસેમ્બર, ૨૦૦૭, શનિવારે ‘સ્વામી વિવેકાનંદ અને તેમનો જીવનસંદેશ’ વિશે; ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭ ને રવિવારે ‘શ્રીમાનું વાસ્તવિક સ્વરૂપ’ વિશે; ૧૭ ડિસેમ્બર, ૨૦૦૭ ને સોમવારે ‘અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ’ વિશે વ્યાખ્યાનો યોજાયાં હતાં.

ધો. ૧ થી ધો. ૧૧- ૧૨ તથા કોલેજ કક્ષા માટેની વકતૃત્વ, શીધ્ર ચિત્ર, નિબંધ, મુખપાઠ, દેશભક્તિ ગીત-વૃંદગાન, નાટ્ય સ્પર્ધા

૧૯૬૯ થી દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના ૧૪૬મા “જન્મજયંતી મહોત્સવ”ના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની શાળા/મહાશાળાઓનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે તા. ૧૨ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી મુખપાઠ, શિઘ્રચિત્ર, નિબંધલેખન, નાટ્ય, દેશભક્તિસમૂહ ગાન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ૨૮૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વધુ ને વધુ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈબહેનો આ સ્પર્ધામાં ભાગ લેતાં થાય તેવી અમારી નેમ છે. આવતા વર્ષ માટે રાજકોટ શહેરની બધી શાળાઓ – મહાશાળાઓ આ સ્પર્ધામાં રસ લે એવી શિક્ષકો, આચાર્યો અને વાલીઓ – વિદ્યાર્થીઓને વિનંતી.

ધો.૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮ના અગાઉથી નોંધાયેલ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વિશ્વના સંતો – પયગંબરો – દેવદેવીઓની વેશભૂષા સ્પર્ધા શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતીના દિવસે ૯ માર્ચ, ૨૦૦૮ રવિવારે સવારે ૯.૦૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં યોજાશે.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.