રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમૉરિયલ, વડોદરા

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલની મુલાકાતે ૩૦ માર્ચના રોજ પધાર્યા હતા. ધ્યાનખંડ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું ચિત્રપ્રદર્શન, પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ચર્ચા કરતાં કરતાં એમણે પોતાના પુસ્તક ‘વોઈસ વિધાઉટ ફોર્મ’માં આપેલ સ્વામી વિવેકાનંદના આ અમરવાક્યને યાદ કર્યું હતું – ‘મારા નામને મહત્ત્વ ન મળવું જોઈએ. મારા આદર્શોને જ સાકાર કરે એમ હું ઇચ્છું છું.’

સુખ્યાત કલાકાર શેખર સેને સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ પર નવરચના શાળાના મેદાનમાં ૫ એપ્રિલે એક સંગીતનાટિકા રજૂ કરી હતી. ગુજરાત સરકારના માહિતીખાતાના સચિવ શ્રીભાગ્યેશ જાએ આ પ્રસંગે પ્રસિદ્ધ ‘સ્વામી વિવેકાનંદ એટ વડોદરા’ નામના સોવિનિયરનું વિમોચન કર્યું હતું. નવરચના એજ્યુકેશન ટ્રસ્ટના શ્રીમતી તેજલબહેન અમીનની વિશેષ ઉપસ્થિતિ હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ સેવાપ્રવૃત્તિ

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા જુનાગઢ કેન્દ્રમાં દર મહિને થોડાં ગરીબ કુંટુુંબોને રૂ.૪૧૫ની કીમતની રાહતસામ્રગી અપાય છે. સીવણ તાલીમ વર્ગનાં ૧૮ બહેનોને અડધી કીમતમાં સીવણ મશીન આપવામાં આવ્યાં હતા. તથા ઉપલેટા કેન્દ્રમાં સીવણ તાલીમ વર્ગનાં ૭ બહેનોને નિઃશુલ્ક સીવણ મશીન આપવામાં આવ્યાં હતાં.

વાર્ષિક મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલ મહોત્સવમાં ૧૨ એપ્રિલના રોજ યોજાયેલા જાહેરસભામાં રામકૃષ્ણ મિશન, વરાહનગરના સ્વામી સુખાનંદ અને એસ.વી.આઈ. રાજકોટના ડૉ. કવિતા સુદે ‘સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ’ પર પ્રવચનો આપ્યાં હતાં.

૧૩ એપ્રિલે સવારના ૮.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી સુખાનંદ અને અન્ય સંન્યાસીઓએ ભક્તજનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

તે જ દિવસે સાંજે ૭.૩૦ વાગ્યે મંદિર નીચેના હોલમાં યોજાયેલ જાહેરસભામાં સ્વામી નિખિલેશ્વરાનંદ અને સ્વામી સુખાનંદજીએ ‘શ્રીમા સારદાદેવી – જીવન અને સંદેશ’ પર ભાવિકજનોને સંબોધ્યા હતા. રાત્રે ૯.૦૦ વાગ્યે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાણથલીના દરબારશ્રી પૂંજાવાળા બાપુએ સૌરાષ્ટ્રના સંતો – મીરાં, સત્‌ દેવીદાસ, અમરબાઈ અને શાર્દુલ ભગતની વાત કરી હતી.

૧૪ એપ્રિલે સવારે રામનવમીના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીમંદિરમાં ભગવાન શ્રીરામચંદ્રની વિશેષ પૂજાનું આયોજન થયું હતું. સ્વામી સુખાનંદજીએ મંગલાચરણ થી રામકથાનો પ્રારંભ કર્યો હતો. આ રામકથા ૧૪ થી ૨૦ એપ્રિલ સુધી દરરોજ સાંજે ૭.૩૦ કલાકે યોજાઈ હતી.

તે દિવસે સાંજે ૭.૩૦ વાગ્યે જાહેરસભામાં સ્વામી સુખાનંદ, શ્રીરમેશભાઈ સંઘવીએ ‘શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ’ વિશે પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. તે જ દિવસે રાત્રે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી ભિખુદાન ગઢવીએ ભક્તિરસ સાથે નિર્મળ હાસ્યરસની છોળો વહાવી હતી. ૧૫ એપ્રિલે રાત્રે જાણીતા ભજનકાર હેમંત ચૌહાણના ભક્તિસંગીતનો રસ ભાવિકજનોએ માણ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઔષધાલયની રોગીનારાયણ સેવા (૨૦૦૭-૨૦૦૮)

આયુર્વેદ વિભાગમાં ૨૦૩૧ દર્દીઓ; હોમિયોપથિમાં ૨૯૧૭ દર્દીઓ; નેત્ર ઓ.પી.ડી.માં ૫૦૬૧ દર્દીઓ; ફિઝિયોથેરપિમાં ૩૨૬૫ દર્દીઓ; સેલેબ્રલ પાલ્સીમાં ૩૬૦૨ દર્દીઓ – કુલ મળીને ૧૬૮૬૬ દર્દીઓને ચિકિત્સા સેવા આપવામાં આવી હતી.

વિવેકાનંદ આઈ કેર સેન્ટરમાં ૧૭૧ દર્દીનાં ઓપરેશન થયાં હતાં અને નિ:શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પમાં ૨૮૧ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

***

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક’ ભવનમાં વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ લેંગ્વેજીસ (વીલ)માં ૨૦૦૭-૨૦૦૮ દરમિયાન સંસ્કૃત ભાષામાં ૨૧૨, અંગ્રેજી ભાષામાં ૩૮૦ ભાઈ-બહેનોએ અભ્યાસ કર્યો છે.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.