त्यक्त्वा गृहे रतिमधोगतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः।
वीतस्पृहा विषयभोगपदे विरक्ता धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः॥ ३॥

‘અધોગતિનું કારણ બનેલી ઘર માટેની પ્રીતિને ત્યજીને આત્મા (જાણવાની) ઇચ્છાથી ઉપનિષદના અર્થના રસનું પાન કરનારા, (કોઈ પણ પ્રકારની) ઇચ્છા વિનાના, વિષયોના ભોગના સ્થાનોમાં વિરક્ત બનેલા જે યોગીઓ સંગમાં આસક્તિ વિનાના બની નિર્જન સ્થાનોમાં વિચરે છે તેઓ ધન્ય છે.’

त्यक्त्वा ममाहमिति बन्धकरे पदे द्वे मानावमानसदृशाः समदर्शिनश्च ।
कर्तारमन्यमवगम्य तदर्पितानि कुर्वन्ति कर्मपरिपाकफलानि धन्याः॥ ४॥

‘હું’ અને ‘મારું’ એવા (સંસારમાં) બંધન પેદા કરનારાં બે પદોને ત્યજીને માન અને અપમાનમાં સમાન, સમદર્શીઓ, (સંસારના) કર્તાને જાણીને કર્મનાં પરિપાકરૂપે ફળને તે (ઈશ્વર)ને અર્પણ કરે છે, તે ધન્ય છે.’

(‘ધન્યાષ્ટકમ્ ’, શ્લોક – ૩, ૪)

Total Views: 35

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.