રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ બાલ-સંસ્કાર શિબિર

૧ મે થી ૭ જૂન, ૨૦૦૮ સુધી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં સતત ત્રીજે વર્ષે તૃતીય બાલસંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ બાલ શિબિરનો ૭૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. સવારના ૮.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન પ્રાર્થના, વૈદિક મંત્રોચ્ચાર, ગીતાપાઠ, ભજનોનું શિક્ષણ અપાયું હતું. સ્વામી ચિરંતનાનંદે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીના જીવનના પ્રેરક પ્રસંગો અને અન્ય મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા બોધકથાઓ દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપ્યું હતું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા વક્તૃત્વ, લેખન, ચિત્રકળા, રમકડાં બનાવવા, વાચન, રમતગમતની પ્રવૃત્તિઓ જે તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા થઈ હતી. બાળકોને સંસ્કાર આપતી વી.સી.ડી., સ્વામી વિવેકાનંદ, વૈષ્ણોદેવી, જેવાં ચલચિત્રો બતાવ્યાં હતાં. કાર્યક્રમના અંતે વાલીઓ અને શિબિરાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. બાળકોએ વેદમંત્રગાન, ગીતાપાઠ અને ભજનો રજૂ કર્યાં હતાં. જ્યોતિબહેન થાનકી તેમજ માધવાણી કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ પી.એમ. જોશીએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.

કાર્યક્રમને અંતે શિબિરાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર અપાયાં હતાં. આ ઉપરાંત ચિત્રસ્પર્ધા અને સુલેખન સ્પર્ધાના વિશેષ પારિતોષિક પણ આપવામાં આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘ધો.૧૦ પછી શું?’ વિશે સેમિનાર

તા. ૩ જુન, ૨૦૦૮ ને મંગળવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન ‘ધો.૧૦ પછી શું?’ એ વિશે રાજકોટના આ ક્ષેત્રના નિષ્ણાત તજ્‌જ્ઞોની શૈક્ષણિક માર્ગદર્શનશિબિર યોજાઈ છે. એમાં હાઈ ટેક્નોલોજીના ડિપ્લોમા તથા ડિગ્રી અભ્યાસક્રમોની માહિતી સાથે વિશિષ્ટ કારકિર્દી વિકાસ માટેની અત્યંત આવશ્યક અને અપ્રાપ્ય માહિતી વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને અપાશે. આ નિ:શુલ્ક સમારંભમાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ભાઈ-બહેનોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક-કાર્યાલયમાં સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વચ્ચે પોતાની નામનોંધણી કરાવી લેવા નમ્ર વિનંતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછી શું?’ વિશે સેમિનાર

તા. ૪થી જુન, ૨૦૦૮ ને બુધવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમિયાન ‘ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછી શું?’ એ વિશે રાજકોટના આ ક્ષેત્રના નિષ્ણાત તજ્‌જ્ઞોનો શૈક્ષણિક માર્ગદર્શનશિબિર યોજાઈ છે. એમાં આર્ટ્‌સ, કોમર્સ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોના ભાવિ અભ્યાસની ક્ષિતિજો – રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ કોમ્પ્યુટર ને મેનેજમેન્ટના વિશિષ્ટ અભ્યાસક્રમોની વિરલ માહિતી વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને મળશે. આ નિ:શુલ્ક સમારંભમાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ભાઈ-બહેનોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક-કાર્યાલયમાં સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વચ્ચે પોતાની નામનોંધણી કરાવી લેવા નમ્ર વિનંતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી શું?’ વિશે સેમિનાર

તા. ૩૦ મે, ૨૦૦૮ ને શુક્રવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હોલમાં સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમિયાન ‘ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી શું?’ એ વિશે રાજકોટના આ ક્ષેત્રના નિષ્ણાત તજ્‌જ્ઞોનો શૈક્ષણિક માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો છે. એમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી, ગ્રુપ-એ-બી ના ભાવિ અભ્યાસની ક્ષિતિજો વિશે વ્યાખ્યાન, પ્રશ્નોત્તરી અને માર્ગદર્શનનો કાર્યક્રમ રહેશે. આ નિ:શુલ્ક સમારંભમાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ભાઈ-બહેનોએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક-કાર્યાલયમાં સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વચ્ચે પોતાની નામનોંધણી કરાવી લેવા નમ્ર વિનંતી.

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.