वाणी गुणानुकथने श्रवणौ कथायां
हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः ।
स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे
दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥

અમારી જિહ્વા આપનાં નામ-ગુણ-કીર્તનમાં હંમેશ વ્યસ્ત રહે અને અમારા કર્ણો હંમેશા આપની કથા શ્રવણ કરે. અમારી કર્મેન્દ્રિયો આપની સેવામાં યુક્ત રહે. અમારું મન હંમેશા આપનાં શ્રીચરણકમળમાં રહે તથા આપનાં સ્મરણ-મનનમાં જ મગ્ન રહે. અમારું મસ્તક આપના નિવાસ સ્વરૂપ જગતમાં સર્વદા નમેલું રહે અર્થાત્ આપ અંતર્યામીરૂપે બધાંનાં હૃદયમાં અધિષ્ઠિત છો. આટલા જ્ઞાન સાથે અમે બધામાં રહેલ ઈશ્વરને – આપને પ્રણામ કરીએ; બધા પાસે અમે નમ્ર રહીએ. અમારી આંખો હંમેશા આપના ભક્તો અને આપની શ્રીમૂર્તિનાં દર્શન કરે. અર્થાત્ અમારી સમસ્ત ઇંદ્રિયો અને મન સર્વદા આપની કથામાં, આપની સેવામાં, આપની લીલાના ચિંતનમાં વિભોર રહે! અમે ક્યારેય આપને છોડીને ન રહીએ.

(‘શ્રીમદ્ભાગવત’, ૧૦.૧૦.૩૮)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.