(૧) રાજા સમુદ્રવિજય ગુજરાતના રાજા હતા. તેમનાં રાણીનું નામ શિવાદેવી હતું. એમણે પોતાના પુત્રનું નામ નેમિનાથ પાડ્યું હતું.

(૨) રાજા ઉગ્રસેનની પુત્રી રાજમતિ અત્યંત સૌંદર્યવાન હતી. સમુદ્રવિજયે પોતાના પુત્ર નેમિનાથનાં લગ્ન તેની સાથે કરવાનું નક્કી કર્યું.

-—— વડીલોના આશીર્વાદથી લગ્ન નક્કી થયાં.

(૩) પ્રધાનજી! બધા લોકો મુગ્ધ થઈ જાય એ રીતે મારી દીકરીનાં લગ્નની વ્યવસ્થા ગોઠવજો.

– અરે!આ ભૂમિ જ શા માટે! લગ્નની એવી વ્યવસ્થા કરીશ કે જેથી આખું વિશ્વ રોમાંચિત થઈ જશે. તમારું મન પણ આનંદથી નાચી ઊઠશે.

(૪) સમુદ્રવિજયના દરબારમાં..

– પ્રધાનજી અને અહીં ઉપસ્થિત ઉદાર વડીલો, તમને ખ્યાલ છે કે મારા પુત્ર નેમિનાથનાં લગ્ન થોડા વખતમાં જ થવાના છે. આપણે લગ્નની જે વ્યવસ્થા ગોઠવીએ તે ઉગ્રેસેનની વ્યવસ્થા કરતાં જરાય ઊતરતી ન હોવી જોઈએ.

– શું નેમિનાથનાં લગ્ન કોઈ સામાન્ય ઘટના છે! આ ભવ્ય લગ્નની રાહ બધાં પ્રજાજનો જોઈ રહ્યા છે. હું રંગબેરંગી તોરણકમાનોથી બધી શેરીઓ શણગારી દઈશ.

– આપણે જે સુશોભન વ્યવસ્થા કરીશું તે ઉગ્રસેનની વ્યવસ્થા કરતાં અનેકગણી ચડિયાતી હશે.

(૫) વરરાજાને આવતાં નિહાળવા શેરીમાં લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં. પોતાના સંગીસાથીઓ સાથે નેમિનાથ ઉગ્રેસેનના મહેલ તરફ રવાના થયા. એની સાથે મસમોટું લશ્કરેય હતું. હાથીની અંબાડી પર બેસીને જે રસ્તે વરરાજા નેમિનાથ આવતા હતા તે વિસ્તાર આનંદ અને ઉત્સવમય બની ગયો.

(૬) હે રાજકુમાર! આપણે થોડીવારમાં ઉગ્રસેનના મહેલે પહોંચી જઈશું.

(૭) ઉગ્રસેનના મહેલની નજીક પહોંચતાં જ નેમિનાથે મોટાં મોટાં પાંજરામાં પૂરાયેલ અસંખ્ય પશુ-પક્ષીઓને જોયાં. એ બધાં દુ:ખમાં કરાંજતાં હતાં.

(૮) એમના ચિત્કારો સાંભળીને નેમિનાથનો આનંદ તો ક્યાંય ઊડી ગયો.

– આ શોભાયાત્રા રોકો. આ બધાં પશુપક્ષીઓને શા માટે પૂરી રાખ્યાં છે?

– મહારાજ! લગ્નમાં વિશાળ લોકસમુદાય મહેમાન રૂપે આવ્યો છે. આ બધાં પશુપક્ષીઓના માંસથી એ બધાની મિજબાની થશે.

(૯) આ સાંભળીને નેમિનાથે આઘાત અનુભવ્યો. એનું હૃદય હચમચી ઊઠ્યું.

– શું તમે સૌ આ પશુપક્ષીઓને મારા લગ્ન માટે મારી નાખવાના છો? એમના ચિત્કારો જાણે કે મને કહે છે – ‘એક બાજુ અમે સૌ દુ:ખદર્દના માર્યા ચિત્કાર કરીએ છીએ ત્યારે તમે એમાં કયો આનંદ મેળવી શકો છો?’

(૧૦) આ પશુપક્ષીઓએ આપણું શું બગાડ્યું છે? જેમ આપણે સ્વતંત્ર જીવન જીવીએ છીએ એમ એમને પણ એવું જીવન જીવવાનો અધિકાર શા માટે નથી?

(૧૧) નેમિનાથના મનમાં એક દૃઢ નિર્ણય આવ્યો.

– ના, ના. આવાં લગ્નનાં વિધિવિધાન માટે મારે તે શી લેવાદેવી? હું પરણવા માગતો નથી. હું આવા દંભી અને હિંસક લગ્નને ધિક્કારું છું.

– નેમિનાથ તો હાથીની અંબાડીમાંથી ઊતરી ગયા અને કોઈનેય કંઈ કહ્યા વિના રાજમહેલમાં ચાલ્યા ગયા.

(૧૨) મને આ સંસારીજીવન ખપતું નથી. હું તો સંન્યાસી થઈશ.

(૧૩) નેમિનાથ સંન્યાસી બન્યા અને ગહન ધ્યાનમાં લીન થઈને બેઠા.

(૧૪) સમય જતાં એને માનવી અને બીજા જીવો સાથેના સંબંધની એકતાની અનુભૂતિ થઈ.

– દુનિયામાં માનવ અને બીજા જીવો પ્રત્યે પ્રેમભાવ હોવો જોઈએ. હું આ પ્રેમનો સંદેશો સર્વત્ર ફેલાવીશ.

(૧૫) નેમિનાથજીએ વિવિધ પ્રદેશોમાં ફરીને પોતાના વૈશ્વિક પ્રેમનો સંદેશ સૌને આપ્યો.

– સમગ્ર વિશ્વ કરુણાપ્રેમથી છલોછલ છે. આ કરુણાપ્રેમ દરેક જીવમાં રહેલો છે.

— જૈનો નેમિનાથજીને પોતાના ૨૨મા તીર્થંકર ગણે છે. —

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.