લંકાના રાજા રાવણનાં ધર્મપત્નીનું નામ મંદોદરી હતું. રામાયણમાં તેમનો ઉલ્લેખ એક પવિત્ર ચારિત્ર્યશીલ અને અનન્ય ગુણસંપત્તિ ધરાવનાર નારી રૂપે થયો છે. તેઓ ભવ્ય, ઉદાત્ત, શાંત અને સંપૂર્ણપણે પતિવ્રતા હતાં. લંકામાં ગયા ત્યારે હનુમાનજી પણ થાપ ખાઈ ગયા અને એમને સીતાજી માની લીધાં હતાં.

મંદોદરીએ પોતાના પતિ રાવણને અવારનવાર સીતાના અપહરણના મહાન અપરાધની યાદ અપાવી હતી અને ‘રામને કોઈ હરાવી નહિ શકે’, એવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું. સદ્‌ગુણોના ભંડાર આ મહાનારી કોઈ પણ કુકર્મનું ફળ ભોગવવું જ પડે છે એ વાતથી પૂરાં સચેત હતાં. તેમણે પોતાના પતિ રાવણને ચેતવણી આપતાં સૂરે કહ્યું હતું કે કોઈ પણ પતિવ્રતા અને પવિત્ર નારીનાં આંસું નિરર્થક જતાં નથી, એને પરિણામે અનન્ય પતિનિષ્ઠાવાળાં સીતાનાં આંસુંના અગ્નિથી તમે ભસ્મીભૂત થઈ જશો.

પોતાની ચેતવણી અને સલાહ છતાં પણ મંદોદરીએ જ્યારે જાણ્યું કે પોતાના પતિ રાવણ પોતાના નિર્ણયમાં અચલ છે ત્યારે તેમણે ધીરતા અને શાંતિથી દુ:ખપીડા સહન કર્યાં અને અંતિમ વિનાશનો સામનો કરવા માટે જાણે કે તૈયાર થઈ ગયાં.

મહારાણી મંદોદરી પોતાની પવિત્રતા અને શીલપૂર્ણ જીવનના અનન્ય ઉદાહરણ બની રહ્યાં. એમની પતિભક્તિ પણ કોણ જાણે કેમ એકપક્ષી બની રહી. દરરોજ પ્રભાત સમયે સ્મરણીય સાત મહાન સન્નારીઓમાં હિંદુઓ દ્વારા એમની ગણતરી થાય છે.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.