यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् ।
हित्वार्चां भजते मौढयाद्भस्मन्येव जुहोति सः ॥

સર્વભૂતની અંદર હું નિત્ય અંતર્યામીરૂપે રહું છું, મારા પરમાત્મારૂપને ન જોઈને માત્ર મૂર્તિઓ વગેરેમાં જેઓ ઉપાસના કરે છે, તે બધા મૂર્ખોની ઉપાસના કેવળ ભસ્મમાં આહુતિ આપવા જેવી વ્યર્થ છે.

જેઓ અભિમાનથી બીજાને અલગપણે જુએ, તેમના પ્રત્યે વૈરભાવ રાખે, જાણજો કે તેઓ મારા પ્રત્યે જ દ્વૈષ રાખે છે. તેમને કદી શાંતિ ન મળે.

अथ मां सर्वभूतेषु भूतात्मानं कृतालयम् ।
अर्हयेद्दानमानाभ्यां मैत्र्याभिन्नेन चक्षुषा ॥

હું બધા જીવોના હૃદયમાં અંતર્યામી રૂપે સર્વદા નિવાસ કરું છું તેથી બધા જીવોને યથાયોગ્ય દાન, માન અને મૈત્રીભાવે બધાને અભિન્ન દૃષ્ટિથી જોઈને મારા સ્વરૂપની અર્ચના કરવી યોગ્ય કહેવાય.

(‘શ્રીમદ્ભાગવત’, ૩.૨૯.૨૨ અને ૨૭)

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.