રામકૃષ્ણ મિશનની ૯૯મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૭ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ બપોર પછી ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર કેન્દ્રનો શુભારંભ થયો હતો.

શિક્ષણ સેવા : વિવેકાનંદ વિશ્વ વિદ્યાલય દ્વારા કોઈમ્બતુર કેન્દ્રમાં જનરલ એન્ડ એડેપ્ટેડ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ યોગા વિષયનો એક નવો વિભાગ શરૂ થયો. આ કેન્દ્ર દ્વારા સીએનસી (કોમ્પ્યુટરાઈઝડ ન્યુમરિકલ કંટ્રોલ) પ્રશિક્ષણ કેન્દ્રનો પ્રારંભ થયો. નરેન્દ્રપુર (કોલકાતા) કેન્દ્રના નેત્રહીન વિદ્યાર્થી એકેડેમી દ્વારા સીડી પર પુસ્તકોના પ્રકાશન માટે ‘શ્રાવ્ય પુસ્તક સ્ટુડિયો’નું ઉદ્‌ઘાટન થયું હતું. રાંચી (મોરાબાદી) કેન્દ્ર દ્વારા વિવેકાનંદ વિશ્વ વિદ્યાલયના ‘સર્વાંગીણ ગ્રામીણ અને આદિવાસી વિકાસ’ એ વિશે પાંચ વર્ષનો એમ.એસસી. અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે વિજ્ઞાનેત્તર વિદ્યાર્થીઓને પૂર્વાપેક્ષિત વિજ્ઞાન વિશેનું અભિજ્ઞાન આપવા માટે ‘બે સેતુબંધન શિક્ષણ કાર્યક્રમો’નો પ્રારંભ થયો હતો. આ ઉપરાંત પોર્ટબ્લેય્‌ર (આંદામાનદ્વીપસમૂહ) કેન્દ્ર દ્વારા અનાથ અને અસહાય બાળકો માટે છાત્રાલય; કડપ્પા (આંધ્રપ્રદેશ) કેન્દ્ર દ્વારા વિદ્યાર્થી ભવન તમજ વિજયવાડા (આંધ્રપ્રદેશ), ચેન્નઈ વિદ્યાપીઠ તથા પશ્ચિમ બંગાળનાં માલદા, જયરામવાટી અને રોહરા (કોલકાતા) કેન્દ્રોમાં શાળાભવનનું નિર્માણ થયું હતું.

આરોગ્ય અને ચિકિત્સા સેવા : કોલકાતાના સેવાપ્રતિષ્ઠાન હોસ્પિટલ કેન્દ્રમાં ફિઝિયોથેરપી એવં ઓપ્ટોમેટ્રીમાં સ્નાતક અભ્યાસક્રમનો પ્રારંભ થયો. આ સંસ્થામાં હોસ્પિટલની સાત માળની વિસ્તારિત ઈમારતનું બાંધકામ થયું છે. લખનૌ કેન્દ્રની હોસ્પિટલમાં ૧૩ પથારીવાળા નેફ્રોલોજી વિભાગ, કાર્ડિયાક કેથર્ટાઈશેસન લેબ અને પેથોલોજીના વર્ચ્યુઅલ મ્યુઝિયમની શરૂઆત થઈ. નરેન્દ્રપુર (કોલકાતા) કેન્દ્રમાં અંધવિદ્યાર્થી એકેડેમી દ્વારા અલ્પદૃષ્ટિ કેન્દ્ર અને ચિકિત્સાલયનો પ્રારંભ થયો છે. બેલગામ (કર્ણાટક) કેન્દ્રમાં દાંતનું દવાખાનું અને નેત્રચિકિત્સાલય શરૂ થયાં છે. આલોંગ (અરુણાચલ પ્રદેશ) કેન્દ્રમાં છાત્રાલય માટે ૧૦ પથારીવાળી હોસ્પિટલનું નિર્માણ થયું છે. કનખલ (હરિદ્વાર) કેન્દ્રમાં રોગીઓના નિકટના સ્વજનોને રહેવા માટે ત્રણ માળની ઈમારતનું બાંધકામ થયું છે.

ગ્રામીણ વિકાસ કાર્યક્રમો : આ કાર્યક્રમ હેઠળ વિશેષ ઉલ્લેખનીય પ્રવૃત્તિઓમાં વિવેકાનંદ વિશ્વ વિદ્યાલય દ્વારા ગ્રામીણ અને પછાત વિસ્તારમાં ટેલિ મેડિસિન, ટેલિ એજ્યુકેશન વગેરે સેવાઓ પહોંચાડવા માટે ‘વિવેકદિશા’ નામની પરિયોજનામાં ૧૪ ગ્રામીણ સંસાધન કેન્દ્રનો પ્રારંભ થયો છે. નરેન્દ્રપુર કોલકાતા કેન્દ્રના લોકશિક્ષા પરિષદ દ્વારા ‘જૈવ વિજ્ઞાન વિષયક શિક્ષણ, વેરાન ભૂમિનો સુધારણા કાર્યક્રમ, જૈવ વિજ્ઞાન સંસ્થાપન માટે લાખના વૃક્ષોની ખેતી, શાળા સ્વચ્છતા સંબંધ અને સ્વાસ્થ્ય વિજ્ઞાનનું શિક્ષણ’ જેવા કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. કડપ્પા (આંધ્રપ્રદેશ) કેન્દ્રમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓ માટે એક નિ:શુલ્ક વિદ્યાર્થીભવનનું નિર્માણ થયું છે. આલોંગ (અરુણાચલ પ્રદેશ) કેન્દ્રમાં આજુબાજુનાં ગામડાંમાં ૪ અનૌપચારિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ થયો છે.રાંચી (મોરાબાદી) કેન્દ્રમાં ‘ઔષધીય વૃક્ષોની ખેતી’ અને ‘સંગૃહિત જલસંગ્રહ વિકાસ’ જેવા કાર્યક્રમો શરૂ થયા છે.

રામકૃષ્ણ મઠની ઉલ્લેખનીય પ્રવૃત્તિઓ : પશ્ચિમ બંગાળમાં બાગદી ભાષાના શિક્ષણકેન્દ્રનો પ્રારંભ થયો છે. રાજકોટ કેન્દ્રમાં ‘વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજિસ’ (વીલ) શરૂ થઈ છે. અલસૂર (બેંગલોર) કેન્દ્રમાં ચાર માળનું ચિકિત્સાલય શરૂ થયું છે. બેંગલોર નગરના જિલ્લાના એક ગામમાં ૭૦ શૌચાલયો બાંધી આપવામાં આવ્યાં છે. કાલડી (કેરળ) કેન્દ્રમાં શાળાના ત્રણ માળના વિસ્તારિત ભવનનું ઉદ્‌ઘાટન થયું છે. ભારતની બહાર કુમિલા (બાંગ્લાદેશ)માં રામકૃષ્ણ મિશનનું એક નવું કેન્દ્ર શરૂ થયું છે. દક્ષિણ આફ્રિકામાં ડર્બન કેન્દ્ર દ્વારા એક વિશાળ ચિકિત્સાલય, વિસ્થાપિત મહિલાઓ માટે રાહતકેન્દ્ર, ભોજન વિતરણ અને પરિવાર કલ્યાણ કેન્દ્ર, તેમજ અંતિમ બિમારીથી પીડિત રોગીઓના નિવાસ માટે એક ભવનનું નિર્માણ કાર્ય થયું છે. બાંગ્લાદેશના સિલહટ કેન્દ્રમાં બાંગ્લાદેશ ટેકનિકલ પ્રશિક્ષણ પરિષદ સાથે રહીને ત્રણ કમ્પ્યુટર પ્રશિક્ષણ કેન્દ્રો શરૂ થયાં છે.

૨૦૦૭-૦૮ના વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશને ૨૩૦.૨૨ કરોડ રૂપિયાનાં વિવિધ સેવાકાર્યો કર્યાં

રાહત પુનર્વસનકાર્ય : રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા દેશના કેટલાય ભાગોમાં મોટા પાયે ૩.૯૭ કરોડના ખર્ચે રાહત અને પુનર્વસનનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ સેવામાં ૨૯૭૫ ગામના ૪.૩૯ લાખ પરિવારોના ૧૮.૩૯ લાખ લોકોને લાભ મળ્યો હતો.

નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ વૃદ્ધ-માંદા અસહાય લોકોને આર્થિક સહાયતા માટેના કલ્યાણકાર્યમાં ૭.૦૮ કરોડનો ખર્ચ થયો છે.

૧૫ હોસ્પિટલો અને હરતાંફરતાં દવાખાનાં સાથેનાં ૧૭૬ ચિકિત્સા કેન્દ્રો દ્વારા ૭૬.૬૭ લાખથી વધુ દર્દીઓની રોગચિકિત્સા સેવા થઈ છે. આ કાર્ય હેઠળ ૬૯.૪૪ કરોડ રૂપિયા વપરાયાં છે.

રામકૃષ્ણ મઠ અને મિશનના શિક્ષણ સંસ્થાનોમાં બાલમંદિરથી માંડીને સ્નાતકોત્તર સુધીના વિવિધ અભ્યાસક્રમોમાં ૪.૦૫ લાખ વિદ્યાર્થીઓને શિક્ષણલાભ મળ્યો છે. આ યોજના હેઠળ ૧૨૬.૭૨ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે.

ગ્રામીણ અને આદિવાસી વિકાસ યોજનાઓ હેઠળ ૨૩.૦૧ કરોડ રૂપિયા વપરાયાં છે.

આ પ્રસંગે પોતાના શુભેચ્છકો, મિત્રોના હૃદયપૂર્વકના નિરંતર સહયોગ માટે અમે અંતરના ધન્યવાદ તેમજ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

૭ ડિસેમ્બર, ૨૦૦૮

સ્વામી પ્રભાનંદ
જનરલ સેક્રેટરી
રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂર

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.