શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ

૨૦૦૮ – ૨૦૦૯ના વર્ષમાં આ સંસ્થાના આયુર્વેદિક દવાખાનામાં ૪૮૮ નવા, ૮૬૩ જૂના (૬૩૩ પુરુષો, ૬૪૦ સ્ત્રીઓ અને ૭૮ બાળકો) કુલ ૧૩૫૧ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ અપાઈ હતી.

હોમિયોપથી વિભાગમાં ૧૯૦ નવા, ૧૯૨૧ જૂના (૬૮૦ પુરુષો, ૧૧૬૮ સ્ત્રીઓ અને ૨૬૩ બાળકો) કુલ ૨૧૧૧ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ અપાઈ હતી.

આઈ ઓપીડી વિભાગમાં ૫૩૫૨ નવા, ૨૦૬૪ જૂના (૩૫૮૫ પુરુષો, ૩૩૯૮ સ્ત્રીઓ અને ૪૩૩ બાળકો) કુલ ૭૪૧૬ દર્દીઓને સેવાઓ અપાઈ હતી.

ફિઝિયોથેરપી વિભાગમાં ૨૬૫ નવા, ૨૬૮૬ જૂના (૧૨૭૩ પુરુષો, ૧૬૬૦ સ્ત્રીઓ અને ૧૮ બાળકો) કુલ ૨૯૫૧ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ અપાઈ હતી.

સેરેબ્રલ પાલ્સી વિભાગમાં ૫૪ નવા, ૬૨૮૩ જૂના કુલ ૬૩૬૭ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ અપાઈ હતી.

આમ આખા વર્ષ દરમિયાન આ ચારેય વિભાગ દ્વારા ૨૦૧૬૬ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળ્યો છે.

વિવેકાનંદ આઈ કેર સેન્ટર દ્વારા નિ:શુલ્ક ૧૨ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. ૩૬૧ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન થયાં હતાં. ૨૬૬ દર્દીઓના પોષણદરે ઓપરેશન થયાં હતાં. કુલ ૬૩૭ ઓપરેશન થયાં હતાં.

ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૯૩ થી દર રવિવારે નિષ્ણાત ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ, સ્વયંસેવકો, શિક્ષકો સાથે ઢાંઢણી અને સરધાર ગામમાં મેડિકલ વાન લઈને જાય છે. નિ:શુલ્ક દવાનું વિતરણ કરાય છે. શિક્ષકો મૂલ્યલક્ષી કેળવણીનાં વર્ગો લે છે. આ વર્ષે આજુબાજુના ૧૫ ગામડાના નવા ૯૮૫ દર્દીઓ, જૂના ૨૮૩૮ (૭૯૧ ભાઈઓ, ૧૮૮૫ બહેનો, ૧૧૨૦ બાળકો) કુલ ૩૭૯૬ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળ્યો છે.

૧૮ જૂન, રવિવારે રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન વિવેકાનંદ આઈ કેર સેન્ટરે કર્યું હતું. આ કેમ્પમાં ૧૦૧ દર્દીઓને ચકાસીને ૨૭ નાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

૭ જુલાઈ, મંગળવારે શ્રી શ્રી ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વના ઉપલક્ષ્યમાં શ્રીમંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન, સ્તોત્ર-વેદપાઠ, ધ્યાન અને પ્રવચન તેમજ ભજનસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ૧૫૦૦ જેટલા ભક્તોએ પ્રસાદ લીધો હતો. સાંજના ૬.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ સંકીર્તન અને ૮ વાગ્યે ભજનનો કાર્યક્રમ શ્રીમંદિરમાં હતો.

૨૦ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આરતી પછી પ્રવચનનો કાર્યક્રમ ભાવિકજનોએ માણ્યો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરા

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ધો.૧૦ અને ૧૨ના ટોપટેનનો સન્માન સમારંભ શ્રી ચંચી મહેતા ઓડિટોરિયમમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ચિફ જસ્ટિસ પદ્મવિભૂષણ શ્રી પી.એન. ભગવતીના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો.

એમણે આ પ્રસંગે વિદ્યાર્થીઓને જીવનની સફળતાની ચાવી એટલે ચારિત્ર્ય, પરિશ્રમ અને કાર્ય પ્રત્યે સમર્પણનો બોધ આપ્યો હતો. સાથે ને સાથે શિક્ષણમાં કેળવણી સાથે ચારિત્ર્ય ઘડતર પર ભાર મૂક્યો હતો. આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ જીવન જીવવાની સાચી પદ્ધતિ અને આધ્યાત્મિકતાને લીધે ટકી રહી છે. દરેક વિદ્યાર્થી આ ભારતીય સંસ્કૃતિનું સંતાન છે અને એનું સંરક્ષણ કરવાની જવાબદારી એના પર છે, એ તેમણે ભૂલવું ન જોઈએ. ત્યાગ અને સેવાના આદર્શથી જ વિદ્યાર્થી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. બપોરે સાડા-ત્રણ વાગ્યે સમારંભ શરૂ થાય તે પહેલાં સભાખંડ વિદ્યાર્થીઓ અને વાલીઓથી ખચાખચ ભરાઈ ગયો હતો.

રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે માત્ર અભ્યાસમાં સફળ થવું એમ માનવું ખોટું છે. વિદ્યાકીય તેજસ્વીતા સાથે સાર્વત્રિક વ્યક્તિત્વ વિકાસ પણ થવો જોઈએ. એના માટે જરૂર છે, સંસ્કારી સદ્‌વાચનની. મોટા ભાગના વિદ્યાર્થીઓ સમય નથી એવો જવાબ આપે છે. પ્રભુએ આપણને સૌને દરરોજ ચોવીસ કલાક આપી છે. વિશ્વના મહામનીષીઓએ આ સમયનો પૂરેપૂરો સદુપયોગ કર્યો હતો અને સારા સાહિત્ય અને સંસ્કારી વાચનને મહત્ત્વ આપ્યું હતું. આજના વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિકતા ટકાવારી પાછળની આંધળી દોટને વરેલી છે. શૈક્ષણિક કારકિર્દી જ સર્વકંઈ નથી. જો ચારિત્ર્ય નિર્માણ ન થાય તો આ બધું નિરર્થક નીવડે છે. સ્વામીજીના પુસ્તકો વાંચવા એમણે વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ પ્રસંગે એમ.એસ. યુનિ.ના ચાન્સેલર મૃણાલિની દેવી પવાર, શ્રી કનક તિવારી અને કાંતિસેન શ્રોફ અતિથિ વિશેષ સ્થાને રહ્યા હતા. મુખ્ય મહેમાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૨૦૦૯-૨૦૧૦ના શૈક્ષણિક વર્ષ માટે જરૂરતમંદ ૬૮૪ વિદ્યાર્થીઓને નોટબૂક, પુસ્તકો અને શાળા-કોલેજ ફી આપવામાં આવી હતી.

પોરબંદરમાં અતિવૃષ્ટિને લીધે અસરગ્રસ્ત ખાડી વિસ્તારમાં ૧૧૪૦ ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.