શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ

રામકૃષ્ણ મિશન, જમ્મુ-શ્રીનગરના સચિવ સ્વામી ગિરિજેશાનંદજી મહારાજનું ૧ ઓગસ્ટ, શનિવારે મંદિર નીચેના હોલમાં આરતી પછી ‘પ્રેમમૂર્તિ શ્રીરામકૃષ્ણ’નું પ્રવચન ભાવિકજનોએ માણ્યું હતું. ૨ ઓગસ્ટ, રવિવારે વિવેક હોલમાં એમનું ભજનસંગીત ભક્તજનોએ માણ્યું હતું. ૩ ઓગસ્ટ, સોમવારે આરતી પછી મંદિર નીચેના હોલમાં એમના ‘શિવમહિમા’ વિશેના પ્રવચનનો ભક્તજનોએ લાભ લીધો હતો.

૧૩ ઓગસ્ટ, ગુરુવારે જન્માષ્ટમી નિમિત્તે સવારે શ્રીમંદિરમાં સંપૂર્ણ ગીતાપાઠ અને વિષ્ણુ સહસ્રનામ પાઠ થયા હતા. સાંજે શ્યામનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજાનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભજનકીર્તન પણ થયાં હતાં.

૧૪ ઓગસ્ટ, શુક્રવારે જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં સંધ્યા આરતી પછી શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણનું જીવન અને સંદેશ વિશે સ્વામી સર્વસ્થાનંદનું પ્રવચન હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં જપયજ્ઞ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૫ થી ૩૧ ઓક્ટોબર, ૨૦૦૯ સુધી ભક્તજનો માટે વિશેષ જપયજ્ઞનું આયોજન થયું છે. સાતેય દિવસ આશ્રમમાં સાધકોને રહેવાની વ્યવસ્થા થશે. વધુ માહિતી માટે આશ્રમના કાર્યાલયનો સવારે ૯ થી ૧૨ અને સાંજના ૪ થી ૬ વચ્ચે સંપર્ક સાધવા વિનંતી.

શ્રીરામકૃષ્ણ યુવકમંડળ, ભૂજમાં શ્રીરામકૃષ્ણ કુટિરનું ઉદ્‌ઘાટન

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ દ્વારા નવી ખરીદેલી જમીન પર શ્રીરામકૃષ્ણ કુટિર – શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનું મંગલ ઉદ્‌ઘાટન ૨૫ ઓગસ્ટ, ૨૦૦૯ ને મંગળવારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું.

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.