શ્રીમા સારદાદેવીનો ૧૫૬મો જન્મજયંતી મહોત્સવ

૮ ડિસેમ્બર મંગળવારે સવારે ૫.૧૫ થી બપોરે૧૨ વાગ્યા સુધી શ્રીમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, હવન, વિશેષ પૂજા, સપ્તશતી પાઠનું આયોજન થયું હતું. અંધમહિલા વિકાસ ગૃહ, રાજકોટના અંતેવાસીઓનાં ભજન રહ્યાં હતાં. આ વિશેષ પૂજા-મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. હવન-આરતી પછી પ્રસાદ વિતરણ થયું હતું.

સાંજે શ્રીમાનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી ‘શ્રીમા સારદાદેવી’ વિશે વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું. આ બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકજનોએ ભાગ લીધો હતો.

શ્રીમા સારદાદેવીની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૭ ડિસેમ્બર, સવારે ૫.૧૫ થી ૮ ડિસેમ્બર સવારે ૭.૦૦ વાગ્યા સુધી જપયજ્ઞનું આયોજન થયું હતું.

૧૩ ડિસેમ્બર, રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી વિવિધ સંસ્થાઓના ૧૨૦૦ જેટલા અંતેવાસીઓએ મંદિરમાં ભજન-કીર્તન કર્યાં હતાં તથા ‘નારાયણ સેવા’ના ભાગ રૂપે પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

૧૨ ડિસેમ્બર શનિવારે શ્રીમંદિરમાં સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ભજન, હવનનું આયોજન થયું હતું. સાંજે સંધ્યા આરતી પહેલાં સ્વામી શિવાનંદના જીવન સંદેશ પર વિશેષ પ્રવચન હતું. આરતી પછી એકાદશી નિમિત્તે શ્રીરામનામ સંકીર્તન થયું હતું.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, કેશોદ

૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, કેશોદ દ્વારા શ્રી સંજય માધ્યમિક શાળા, એલ.વી.બી. માધ્યમિક શાળા અને શ્રી શારદા વિનય મંદિરમાં શ્રીરામકૃષ્ણ જ્યોત માસિકના સંપાદક સલાહકાર સમિતિના સભ્ય શ્રી મનસુખભાઈ એચ. મહેતાના વિશેષ પ્રવચનોનું આયોજન થયું હતું. અંતે પ્રશ્નોત્તરીનો પણ રસપ્રદ કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં આશરે ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

૩ ડિસેમ્બરના રોજ  (Lessons on Excellence and Leadership from Indian Culture) ‘ભારતીય સંસ્કૃતિ દ્વારા નેતાગિરિ અને ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠતા મેળવવી’ પર એક સેમિનારનું આયોજન થયું હતું. ભારતીય ઉચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ શ્રી પી.એમ. ભગવતીએ પોતાના પ્રક્રોપપૂર્ણ ભાષણમાં કહ્યું હતું: ‘આપણી મહાન ભારતીય સંસ્કૃતિ પર ગૌરવ લો, કેમ કે તે અતિ પ્રાચીન હોવા છતાં આજના આધુનિક સમાજ માટે તેટલી જ મૂલ્યવાન અને સુસંગત છે.’ સુખ્યાત મેનેજમેન્ટ ગુરુ શ્રી જી. નારાયણે અસરકારક નેતાગિરિ અને ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠતા મેળવવા માટે આપણી ભારતીય સંસ્કૃતિ અને તેના મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાંથી મહત્ત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થાય છે, તેનું પ્રત્યક્ષ નિરુપણ કર્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી રમેશ ગોયલે જણાવ્યું કે આપેીં ભારતીય સંસ્કૃતિ અત્યંત મહાન છે. તેના સંદેશને આપણા જીવનમાં ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી મૃણાલિનીદેવી પવારે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ, વિવિધ શાખાના વડાઓ, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરતું મનનીય પ્રવચન આપ્યું હતું. આવા સેમિનારના આયોજનનું મહત્ત્વ સમજાવતાં તેમણે કહ્યું હતું : ‘સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે ‘ભારત આધ્યાત્મિક શક્તિ દ્વારા વિશ્વ વિજય પ્રાપ્ત કરશે’, એ ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. ઇતિહાસ વિદ્‌ ડો. આર્નોલ્ડ ટોયન્બી કહે છે – ‘વર્તમાન ઇતિહાસના આ અધ્યાયની શરૂઆત પાશ્ચાત્યથી થઈ, પરંતુ જો વિશ્વે અણુશક્તિના ભયંકર વિધ્વંશમાંથી બચવું હશે તો તેનો અંત ભારતથી જ કરવો પડશે.’

યુનિવર્સિટીની વિવિધ શાખામાં ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરેલ ૫૨ (બાવન) વિદ્યાર્થીઓનું તથા વડોદરાની ૪૮ શાળાના નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી ૯૬ હોનહાર વિદ્યાર્થીઓનું પોતાના સત્ય, પ્રામાણિકતા, સેવા વિ. ગુણો માટે સન્માન કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, લીંબડી

૧૮ ડિસેમ્બર, શુક્રવારના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં ૧૧૧ દર્દીઓની ચકાસણી કરી અને દવા આપવામાં આવી. આ દર્દીઓમાંથી જરૂરિયાતવાળા ૨૯ દર્દીઓનાં સૌરાષ્ટ્ર સેન્ટ આઈ હોસ્પિટલ, વીરનગરમાં ઓપરેશન થયાં હતાં.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.