कोशेषु पञ्चस्वधिराजमाना
बुद्धिर्भवानी प्रतिदेहगेहम् ।
साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा
सा काशिकाहं निजबोधरूपा ॥३॥

પાંચ કોશોમાં સારી રીતે શોભતી, પાર્વતીરૂપી બુદ્ધિ પ્રત્યેક દેહરૂપી ઘરમાં રહે છે. સર્વત્ર રહેલા અંતરાત્મા એવા શિવ (જ્યાં) સાક્ષી છે તે પોતાના આત્માના જ્ઞાનરૂપી કાશી હું છું.

काशीक्षेत्रं शरीरं त्रिभुवनजननी व्यापिनी ज्ञानगङ्गा ।
भक्तिः श्रद्धा गयेयं निजगुरुचरणध्यानयोगः प्रयागः ॥
विश्वेशोऽयं तुरीयं सकलजनमनः साक्षिभूतोऽन्तरात्मा।
देहे सर्व मदीये यदि वसति पुनस्तीर्थमन्यत्किमस्ति ॥५॥

શરીર કાશીક્ષેત્ર છે, ત્રણે લોકને જન્મ આપનારી અને સર્વત્ર વ્યાપીને રહેલી જ્ઞાન ગંગા, ભક્તિ અને શ્રદ્ધા ગયાક્ષેત્ર, પોતાના ગુરુદેવનાં ચરણનું ધ્યાન કરવાનો યોગ એ પ્રયાગ, દરેક મનુષ્યના મનના સાક્ષી બનેલો અંતરાત્મા એ ચતુર્થ- ત્રણે અવસ્થાઓથી ૫૨ – ભગવાન શિવ આ બધું જો મારા દેહમાં રહે છે તો પછી બીજું કયું તીર્થ (આનાથી ભિન્ન) હશે ?

(‘કાશીપંચકમ્‌’માંથી)

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.