૮ ઓક્ટોબર, ૨૦૧૦ થી ૧૦ જૂન, ૨૦૧૧ સુધીમાં અહીં જણાવેલ પરિયોજનાઓમાં ૮.૨૦ કરોડનો ખર્ચ થયો છે.

પ્રકાશન : સ્વામીજીના જીવન અને સંદેશ પર ૧૦ ભાષાઓમાં ૬.૮૫ લાખ પુસ્તકો તથા ૧૨ નવા શિર્ષકવાળાં ૬.૨૮ લાખ પુસ્તકોનું ૬ ભાષાઓમાં પ્રકાશન કાર્ય થયું છે. આ પરિયોજનામાં ૭૨.૭૬ લાખ રૂપિયા વપરાયા છે.

સાંસ્કૃતિક કાર્યક્રમ પરિયોજના :

આસાનસોલ, પુણે, અગરતલા અને વડોદરામાં સર્વધર્મ સમભાવ અને સાંપ્રદાયિક સદ્ભાવ પર રાજ્યકક્ષાના ચાર સેમિનાર યોજાયા હતા. વિશ્વના મુખ્ય ધર્મોના ઉપદેશ વિશે હિન્દી અને અંગ્રેજી ભાષામાં એક વિવરણ પત્રિકાનું પ્રકાશન થશે. આ યોજના હેઠળ ૧૬.૩૧ લાખનો ખર્ચ થયો છે.

ઇલેકટ્રોનિક પ્રચાર માધ્યમ :

ભારતના સાંસ્કૃતિક મંત્રાલયે સ્વામીજીનાં જીવન અને સંદેશ પર એક સંપૂર્ણ ચલચિત્ર નિર્માણ કરવા માટે સાંસ્કૃતિક મંત્રાલય, સૂચના પ્રસારણ મંત્રાલય તેમજ રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિઓને સાથે રાખીને એક સમિતિ રચી છે. પ્રારંભિક કાર્ય હેઠળ ૯.૯૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

ગદાધર અભ્યુદય પ્રકલ્પ :

ગરીબ અને પછાત ક્ષેત્રોનાં બાળકોના સાર્વત્રિક ઉન્નયન પ્રકલ્પ હેઠળ ભારતનાં ૨૪ રાજ્યોનાં ૧૭૪ કેન્દ્રો દ્વારા ૧૭,૪૦૦ બાળકોના આ કલ્યાણકાર્ય હેઠળ ૪૧૨.૬૩ લાખ રૂપિયા વપરાયા છે.

વિવેકાનંદ સ્વાસ્થ્ય પરિસેવા પ્રકલ્પ :

અયોગ્ય અને અપૂરતા પોષક આહારના નિવારણ માટે ગરીબ બાળકો માટે પૂરતા અને આરોગ્યદાયક આહાર તેમજ નાનાં બાળકોને વિવિધ રસીઓ ટાંકવા-પીવડાવવા માટે ૧૨૬ એકમો દ્વારા ૨૪ રાજ્યમાં ૧૨,૬૦૦ બાળકોને લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ૨૫૩.૭૦ લાખનો ખર્ચ થયો છે.

શારદા પલ્લીવિકાસ પ્રકલ્પ :

૧૦ એકમો દ્વારા શરૂ થયેલ શૈક્ષણિક વિકાસ અને પગભર થવા ૮ રાજ્યનાં દસ ગામડાંની મહિલાઓના આ કાર્યક્રમમાં ૧૬૯૬ બહેનોને લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ૧૫.૮૭ લાખ વાપરવામાં આવ્યા છે.

સ્વામી અખંડાનંદ સેવા પ્રકલ્પ :

ગ્રામ્ય તેમજ શહેરના ૧૦ પસંદ કરેલા વિભાગોમાં ૯ એકમો દ્વારા છ રાજ્યના ૧૦૪૦ લોકોને લાભ મળ્યો છે. આ યોજના હેઠળ ૧૭.૮૮ લાખનો ખર્ચ થયો છે.

યુવાનો માટેના વિશેષ કાર્યક્રમો :

રાજ્ય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ વકતૃત્વ, નિબંધ લેખન, પરિચર્ચા અને શીઘ્ર પ્રશ્નોત્તરી જેવા કાર્યક્રમો હેઠળ ૨૧.૧૭ લાખ ખર્ચ થયો છે.

આ ઉપરાંત સરકારી સહાય વિનાના કેટલાય કાર્યક્રમો મઠ-મિશનનાં અનેક કેન્દ્રોએ યોજ્યા છે. દા.ત. ચેન્નઈ મઠ દ્વારા ૪૦ ઈ-બુક્સ અને વેદાંત કેસરી સામયિકની મોબાઈલ એડિશન લોન્ચ કરી છે. દિલ્હી કેન્દ્રે સ્વામીજી પર એનિમેશન ફિલ્મ તૈયાર કરી છે. કડ્ડપ્પા કેન્દ્ર દ્વારા સમગ્ર આંધ્ર પ્રદેશનાં ૭૫૯ શૈક્ષણિક સંસ્થાઓના ૭૯,૯૦૨ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે લેખિત ક્વીઝ સ્પર્ધાનું આયોજવિવેકાનંદ.

સ્વામી પ્રભાનંદ
મહાસચિવ

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.