किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति:
आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् ।
त्रैलोक्यमेतदखिलं तव पादमूले
आत्मैव हि प्रभवते न जड: कदाचित् ॥

‘હે મિત્ર ! શા માટે રડે છે ? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા) ! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્‌વાન આપ એટલે આ આખું જગત તારાં ચરણમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહીં કે જડ વસ્તુ.’

कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात्।
किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥

આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાંખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.’

प्राप्तं यद्व त्वनादिनिधनं वेदोदधिं मथित्वा
दत्तं यस्य प्रकरणे हरिहरब्रह्मादिदेवैर्बलम् ।
पूर्ण यत्तु प्राणसारैर्भोमनारायणानां
रामकृष्णस्तनुं घत्ते तत्पूर्णपात्रमिदं भोः ॥

આ અમૃત વેદોના અનંત સાગરને વલોવીને મેળવ્યું છે; તેમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બીજા દેવોએ પોતાનું બળ ઉમેર્યું છે; તે પૃથ્વી પરના અવતારોના જીવનસત્ત્વથી ભરપૂર બન્યું છે. આવા અમૃતના ભરેલ પૂર્ણ પાત્રને શ્રીરામકૃષ્ણ પોતાના દેહમાં ધારણ કરે છે.’

(‘સ્વામી વિવેકાનંદના પત્રો’, પૃ.૯૨-૯૩)

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.