(મૂળ બંગાળીમાંથી હિંદીમાં સ્વામી વિદેહાત્માનંદજી દ્વારા અનૂદિત ‘સંગીત કલ્પતરુકી ભૂમિકા’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ. ફેબ્રુઆરી ૨૦૦૫ સુધીમાં સંગીત અને વાદ્ય, સંગીત પરિમાપક, સ્વરગ્રામ, નામપ્રકરણ, તીવ્ર સ્વર, આરોહ-અવરોહ, યંત્ર બાંધવાના નિયમ, ચર્મયંત્ર, ગીત, તાલ, રાગ અને રાગિણી વિશેના અંશો જોયા હતા. હવે આપણે એમાં આગળ વધીએ છીએ: સં.)

સ્વર સાધના

૧. એક તાનપુરો લઈને અગાઉ કહેલી પ્રણાલી પ્રમાણે એને બાંધો. એની વચ્ચેના બે તાર મુદારા ગ્રામના ‘સા’ થયા. જમણી બાજુના અંતિમ ઉદારા ગ્રામના ‘સા’ અને ડાબી તરફના પ્રથમ ઉદારાનો ‘પંચમ’ થયો.

૨. મધ્યના બે તાર સાથે સ્વર ઐક્ય અર્થાત્ સમસંખ્યક કંપન લાવવાનો પ્રયત્ન કરો. આ જ ‘સા’ છે. આ રીતે રે, ગ, મ, પ, ધ, ની સૂર કાઢો.

૩. અહીં આપેલી લિપિ પ્રમાણે સ્વરસાધન કરો. (ક)

સા રે ગ મ પ ધ નિ

એક સૂર કાઢીને તેના પર ચાર ચાર માત્રા એકસરખી રાખો. ત્યાર પછી બીજો સૂર કાઢો. અર્થાત્ ‘સા’ કહીને હાથથી એની સાથે જ એક એક સેકંડ વજનના તાલ ચારવાર આપો. અને ત્યાર પછી ‘રે’નું ઉચ્ચારણ કરો. આને પણ આ પહેલાં કહ્યા પ્રમાણે જ ચાર સેકંડ સુધી સ્થાયી કરો અને ત્યાર પછી ‘ગ’નું ઉચ્ચારણ કરો. એ પ્રકારે મુદારાનો પૂરો સપ્તક એવં તાર સપ્તકના ‘સા’ સુધી આઠ સૂરોનું વારંવાર ઉચ્ચારણ કરો. આ રીતે નીચેના અર્થાત્ ઉદારા ગ્રામના બધા સૂરોનું ઉચ્ચારણ કરો. અને ઉપર અર્થાત્ તારાગ્રામના બને તેટલા ઓછામાં ઓછા માધ્યમ સુધી વારંવાર ઉચ્ચારો. સાવચેતી એ રાખવાની છે કે ક્યાંય ધ્વનિ અનુનાસિક ન થઈ જાય. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી પૂર્ણ કંઠે ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરો અને કોઈપણ પ્રકારની અંગભંગિમાં અર્થાત્ વિકૃત મુખ ફેલાવવું ન જોઈએ.

આનો થોડો અભ્યાસ થઈ જાય પછી અહીં આપેલ લિપિઓનું એક એક કરીને અનુસરણ કરો.

(ખ) સા રે ગ મ પ ધ નિ સા

આમાંથી પ્રત્યેક સૂરનું બબ્બે માત્રાકાળ સુધી ઉચ્ચારણ કરવું જોઈએ.

(ખ) સા રે ગ મ પ ધ નિ સા

એક એક સૂરનું એક એક માત્રા સુધીનું ઉચ્ચારણ કરવું જોઈએ.

(ઘ) સા રે ગ મ પ ધ નિ સા

સા નિ ધ પ મ ગ રે સા

‘સા’નું બે માત્રાકાળનું ઉચ્ચારણ કરીને ‘રે’ એક માત્રા, ત્યાર પછી ‘ગ’ બે માત્રાકાળ અને ‘મ’ એક માત્રાકાળ, આ રીતે ‘સા’ સુધી ચાલશે. પછી એ જ તારના ‘સા’નું બે માત્રાકાળ ઉચ્ચારણ કરીને ‘નિ’ એક માત્રાકાળ તદુપરાંત ‘ધ’ બે માત્રાકાળ તથા ‘પ’ એક માત્રાકાળ, આનું નામ છે- અનુલોમ, વિલોમ. અર્થાત એક વાર ‘સા’ થી અન્ય ‘સા’ સુધી ઊઠીને ફરીથી ‘સા’માં ઊતરી આવે છે.

 

(ચ) સારે ગમ પધ નિસા

 

સાનિ ધપ મગ રેસા

એકમાત્રા દરમિયાન ‘સા’ અને ‘રે’ એ બે સૂરોનું ઉચ્ચારણ કરો. આવી રીતે ગમ, પધ વગેરે. પછી નીચે ઊતરો.

(છ) સારેગ, મપધ, નિસાનિ, ધપમ, ગરેસા

એક એક માત્રાની વચ્ચે અનુલોમ-વિલોમ ક્રમથી ત્રણ ત્રણ સૂરોનું ઉચ્ચારણ કરો.

(જ)સારેગમ, પધનિસા, સાનિધપ, મગરેસા

(ઝ)

સારેગ, રેગમ, ગમપ, મપધ, પધનિ, ધનિસા

સાનિધ, નિધપ, ધપમ, પમગ, મગરે, ગરેસા

(ટ)

સારે સારેગ રેગ રેગમ ગમ ગમપ મપ મપધ પધ પધનિ ધનિ ધનિસા

સાનિ સાનિધ નિધ નિધપ ધપ ધપમ પમ પમગ મગ મગરે ગરે ગરેસા

(ઠ)

સારેગરેસા, સારેગમગરેસા, સારેગમપમગરેસા, સારેગમપધપમગરેસા,

સારેગમપધનિધપમગરેસા, સારેગમ પધનિસા, સાનિધપ મગરેસા

(ડ)

સારે સાગ સામ સાપ

સાધ સાનિ સાસા (તારા)

સાનિ સાધ સાપ સામ

સાગ સારે સાસા (મુદારા)

(ઢ)

કોમળ સૂરોનાં નામ ચિહ્ન દ્વારા બતાવવામાં આવ્યાં છે.

સા રે ગ મ પ ધ નિ સા

સા નિ ધ પ મ ગ રે સા

(ણ) સા રે ગમ પ ધ નિ સા

સા નિ ધ પ મગરેસા

આ રીતે સમઆરોહી તથા અવરોહીથી પ્રારંભ કરીને ક્રમશ: માત્રાઓને લઘુ કરતી જવી જોઈએ. એક એક કરીને વિષમન્યસ્ત સૂરોના અભ્યાસનું પરિણામ એ છે કે એના દ્વારા સૂરની સાથે પરિચય થઈ જશે. જેવી રીતે ઉત્તમરૂપે વર્ણ પરિચય ન થવાથી વાંચી શકાતું નથી એવી રીતે ઉત્તમરૂપે સ્વરનો અભ્યાસ થયા વિના ગાયન કરવું એ એક વિડમ્બના માત્ર છે.

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.