સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા વિવેકહોલમાં રાજકોટના મા શારદા ફિજીયોથેરાપી અને સેરેબ્રલ પાલ્સી પ્રસ્થાપન કેન્દ્ર તેમજ ઇન્ડિયન એકેડમી ઓફ સેરેબ્રલ પાલ્સીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની એક શિબિરનું આયોજન ૨૯ સપ્ટેમ્બર અને ૩૦ સપ્ટેમ્બરના રોજ થયું છે.

૨૯ સપ્ટેમ્બરના રોજ પિડિયાટ્રિક ફિજિયોથેરેપીસ્ટ, એન.ડી.ટી ઇન્સ્ટ્રક્ટર ડૉ. આશા ચિટનીસ, ડૉ. તરલ નાગડા અને ડૉ. ધ્રુવ મહેતાનાં વ્યાખ્યાનો થશે. તેમાં ન્યૂરો ડેવલોપમેન્ટ થિયરી અને સેરેબ્રલ પાલ્સીમાં નિર્ણયાત્મકતા વિશે વ્યાખ્યાનો રહેશે.

૩૦ સપ્ટેમ્બરે સવારે ૯ થી સાંજના ૬:૩૦ સુધી વિશેષ શિબિરનું આયોજન થયું છે.

શિબિરની કાર્યસૂચિ:

સવારે ૯ થી ૯:૩૦ નામનોંધણી અને અલ્પાહાર,

૯:૩૦ થી ૯:૫૦ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન: સ્વામી સર્વસ્થાનંદ અને શ્રીઅજય ભાદુ (મ્યુ. કમિશ્નર)

૯:૫૦ થી ૧૦ પરિચય વિધિ, ડૉ. ધ્રુવ મહેતા

૧૦ થી ૧૦:૪૫ ન્યૂરોપિડિયાટ્રિક ફોર સી.પી., ડૉ. હરશ્રુતિ શાહ (ચાઇલ્ડ ન્યૂરોલોજીસ્ટ)

૧૦:૪૫ થી ૧૧:૩૦ રોલ ઓફ ન્યૂરો સર્જરી ઇન સી.પી., ડૉ. એ.કે. પુરોહિત (પિડિયાટ્રિક ન્યૂરોસર્જન)

૧૧:૩૦ થી ૧૨:૧૫ વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક કાર્યક્રમ

૧૨:૧૫ થી ૧:૦૦ ડૉ. તરલ નાગડા (કંસલ્ટન્ટ પિડિયાટ્રિક ઓર્થાે. સર્જનનું પ્રવચન)

૧ થી ૧:૪૫ ભોજન વિરામ

૧:૪૫ થી ૨:૩૦ ન્યૂરો ડેવલપમેન્ટલ થેરેપી, ડૉ. આશા ચિટનીસ

૨:૩૦ થી ૩:૧૫ ટોક ઓન સેન્સરી ઇન્ટિગ્રેશન, એપ્રોચ ઇન સી.પી. ડૉ. મીતા સક્સેના (પી.એચડી પી.ટી, પીજી. ડી. – સ્પોર્ટસ, પી.ટી)

૩:૧૫ થી ૩:૪૫ રોલ ઓફ ઓર્થાેસિસ ઇન સી.પી. ડૉ. પંકજ સિંહા (ઓર્થાેસિસ્ટ અને પ્રોસ્થેસિસ્ટ)

૩:૪૫ થી ૪:૧૫ અલ્પાહાર

૪:૧૫ થી ૫:૦૦ કોમ્યુનિટી બેઈઝ્ડ રિહેબિલિટેશન સ્વામી વરિષ્ઠાનંદ (રામકૃષ્ણ સેવાશ્રમ, વારાણસી)

૫:૦૦ થી ૫:૩૦ સમાપન સમારોહ.

(આભાર દર્શન, કાર્યપ્રશસ્તિ, પ્રમાણપત્ર, તેમજ એવોર્ડ વિતરણ.)

૫:૩૦ થી ૬:૩૦ સેરેબ્રલ પાલ્સીનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.