अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते
चतुरविचार धुरीण महाशिवदूतकृत प्रमथाधिपते।
दुरितदुरीह दुराशयदुर्मति दानवदूतकृतान्तमते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।5।।

યુદ્ધ ક્ષેત્રમાં ઉન્મત્ત (ભયંકર) બનનારી, શત્રુવધ માટે ઉદ્યત, દેવોની અભેદ્ય શકિતને ધારણ કરનાર, ચતુર વિચાર શિરોમણિ મહાશિવને દૂત બનાવનાર પ્રથમ (ગણો)ની સ્વામિનિ, પાપ, દુષ્ટ ઇચ્છા, મલિન વિચાર તેમ જ મલિનમતિ ને દૈત્યદૂતોનો પણ અંત લાવનાર, દૂર કરનાર… તારો જયજયકાર હો!

अयि शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे
त्रिभुवन मस्तक शूलविरोधि शिरोधिकृतामल शूलकरे ।
दुमिदुमितामर दुंदुभिनाद महो मुखरीकृत तिग्मकरे
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।6।।

શરણે આવેલ શત્રુપત્નીના શૂરવીર સ્વામીને વર અને અભય આપનારી, ત્રણેય ભુવનમસ્તકના દુ :ખને દૂર કરનાર મસ્તક પર મૂકેલા નિર્મળ ત્રિશૂળને હસ્તમાં ધારણ કરનારી (અથવા ત્રણે ભુવન મસ્તકમાં ત્રિશૂલના વિરોધી-દેવી શત્રુના મસ્તક પર જેણે પવિત્ર ત્રિશૂલને હસ્તમાં ધારણ કર્યું છે તેવી), દુમિ દુમિ નાદ કરતાં અમર દુંદુભિનાદથી ગાજતા યુદ્ધક્ષેત્રમાં તીક્ષ્ણ હથિયાર ધારણ કરેલ હસ્તવાળી… તારો જયજયકાર હો!

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.