ज्ञाता मनोऽहंकृतिविक्रियाणां देहेन्द्रियप्राणकृतक्रियाणाम् ।
अयोऽग्निवत्ताननुवर्तमानो न चेष्टते नो विकरोति किञ्चन ।। 133 ।।

એ આત્મા મન અને અહંકારરૂપ વિકારને તથા દેહ, ઇન્દ્રિય અને પ્રાણની ક્રિયાઓને જાણે છે.
તપાવેલા લોઢાના ગોળામાં રહેલો અગ્નિ જેમ કંઈ પણ ક્રિયા કરતો નથી, તેમ આત્મા પણ એ બધામાં
રહ્યો હોવા છતાં પોતે કંઈ કરતો નથી, તેમ વિકાર પણ પામતો નથી.

न जायते नो म्रियते न वर्धते न क्षीयते नो विकरोति नित्यः ।
विलीयमानेऽपि वपुष्यमुष्मिन्न लीयते कुम्भ इवाम्बरं स्वयम् ।। 134 ।।

આત્મા જન્મતો નથી કે મરતો નથી, વધતો નથી કે ઘટતો નથી; એ નિત્ય છે, તેથી વિકાર પામતો નથી.
આ દેહ નાશ પામે છે ત્યારે પણ ઘડો ફૂટતાં એની અંદર રહેલા આકાશની પેઠે આત્મા નાશ પામતો નથી.

प्रकृतिविकृतिभिन्नः शुद्धबोधस्वभावः सदसदिदमशेषः भासयन्निविर्शेषः।
विलसति परमात्मा जाग्रदादिष्ववस्था स्वहमहमिति साक्षात्साक्षिरूपेण बुद्धेः।।135।।

પ્રકૃતિ – માયા અને એના વિકારથી જુદો, શુદ્ધ જ્ઞાનરૂપ તથા રૂપ અને (આકાર વગેરે) વિશેષોથી રહિત, એ પરમાત્મા, સત્ અને અસત્ આ સર્વને પ્રકાશિત કરે છે અને જાગ્રત વગેરે ત્રણેય અવસ્થામાં બુદ્ધિના સાક્ષીરૂપે રહીને ‘હું’ રૂપે સાક્ષાત્ પ્રકાશે છે.

Total Views: 410

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.