अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मानमनन्तवैभवम्।
समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कबिम्बम्।।139।।

જેમ સૂર્યના બિંબને રાહુ ઢાંકી દે છે, તેમ અખંડ નિત્ય અને એક જ જ્ઞાનશક્તિથી પ્રકાશતા અનંત વૈભવવાળા આત્મતત્ત્વને આ તમોગુણની આવરણશક્તિ ઢાંકી દે છે.

तिरोभूते स्वात्मन्यमलतरतेजोवति पुमाननात्मानं मोहादहमिति शरीरं कलयति।
ततः कामक्रोधप्रभृतिभिरमुं बन्धकगुणैः परं विक्षेपाख्या रजस उरुशक्तिर्व्यथयति।।140।।

અતિ નિર્મળ તેજવાળું આત્મતત્ત્વ ઢંકાઈ જાય છે, ત્યારે મોહને કારણે જીવ, જડ દેહને જ આ ‘હું’ છું એમ માને છે અને તેથી રજોગુણની વિક્ષેપ નામની મહાન શક્તિ, કામ-ક્રોધ વગેરે પોતાના બંધનકારક ગુણોથી એને પીડે છે.

महामोहग्राहग्रसनगलितात्मावगमनो धियो नानावस्थां स्वयमभिनयंस्तद्गुणतया।
अपारे संसारे विषयविषपूरे जलनिधौ निमज्योन्मज्यायं भ्रमति कुमतिः कुत्सितगतिः।।141।।

પછી હલકી ગતિવાળો થયેલો કુબુદ્ધિ આ જીવ, વિષયરૂપી ઝેરથી ભરેલા અપાર સંસારસમુદ્રમાં ગોથાં ખાઈને મહામોહરૂપી ઝૂડે ગળવાથી આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે, અને બુદ્ધિની અનેક અવસ્થાઓને તેના ગુણો તરીકે પોતે જ દેખાવ કરતો ભમ્યા કરે છે.

Total Views: 544

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.