अज्ञानमूलोऽयमनात्मबन्धो नैसर्गिकोऽनादिरनन्त ईरितः।
जन्माप्ययव्याधिजरादिदुःख – प्रवाहतापं जनयत्यमुष्य ॥१४८॥

અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે: અને એ જ જીવને જન્મ, મરણ, વ્યાધિ અને ઘડપણ વગેરે દુઃખના પ્રવાહમાં નાખે છે.

नास्त्रैर्न शस्त्रैरनिलेन वह्निना च्छेत्तुं न शक्यो न च कर्मकोटिभिः।
विवेकविज्ञानमहासिना विना धातुः प्रसादेन शितेन मञ्जुना ॥१४९॥

આ બંધન વિધાતાની વિશુદ્ધ કૃપાથી પ્રાપ્ત થયેલી વિવેક-વિજ્ઞાનરૂપી શુભ્ર અને મંજુલ મોટી તલવાર વગર કોઈ અસ્ત્રથી, શસ્ત્ર ( હથિયાર ) થી કે પવન અથવા અગ્નિથી અને કરોડો ઉપાયોથી કાપી શકાતું નથી.

श्रुतिप्रमाणैकमतेः स्वधर्म – निष्ठा तयैवात्मविशुद्धिरस्य।
विशुद्धबुद्धेः परमात्मवेदनं तेनैव संसारसमूलनाशः ॥१५०॥

વેદનાં પ્રમાણોમાં જે બુદ્ધિવાળાને પોતાના ધર્મમાં શ્રદ્ધા ઊપજે છે, અને એથી જ એનું ચિત્ત શુદ્ધ થયું હોય, એને જ પરમાત્માનું જ્ઞાન થાય છે અને એથી જ સંસારનો મૂળ સાથે નાશ થાય છે.

Total Views: 719

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.