શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા

૩જી ફેબ્રુઆરી, ૨૦૧૩ ને રવિવારે સ્વામી વિવેકાનંદની ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણી શ્રીમંદિરમાં થઈ હતી. સવારના ૫ વાગ્યે મંગળ આરતી, વેદપાઠ, વિશેષ નૈવેદ્યાર્પણ, પૂજા, કઠોપનિષદમાંથી વાચન, ભજન અને બપોરે ૧૨.૩૦ કલાકે ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫.૩૦ વાગ્યે શ્રી શિવનામ સંકીર્તન, ૭.૧૫ કલાકે સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રવચનોનો કાર્યક્રમ હતો.

૧૪ ફેબ્રુઆરી ગુરુવાર, વસંતપંચમીના દિવસે શ્રી રામકૃષ્ણ મંદિરમાં શ્રીશ્રીમા સરસ્વતી પ્રતિમા-પૂજાનું આયોજન થયું હતું. હવન, ભજન અને પુષ્પાંજલિ પછી ભક્તજનોએ બપોરે પ્રસાદનો લાભ લીધો હતો.

૧૦ માર્ચ ૨૦૧૩ને રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ મંદિરમાં મહાશિવરાત્રીના પાવનકારી પર્વ નિમિત્તે રાતના ૯.૦૦ વાગ્યાથી વિશેષ પૂજા, હવન અને શિવ સંકીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.

૧૩ માર્ચ ૨૦૧૩ ને બુધવારના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૮ મી જન્મજયંતી મહોત્સવ યોજાયો હતો. સવારના ૫.૦૦ વાગ્યાથી શ્રીરામકૃષ્ણ મંદિરમાં મંગલ આરતી, સ્તોત્રપાઠ, ધ્યાન પછી મંદિરના પરિસરમાં વિશેષ શોભાયાત્રા, પૂજા, ભજન, પુષ્પાંજલિ, હવન અને ભોગઆરતી પછી બપોરે ૧૨.૩૦ કલાકે ૨૦૦૦થી વધુ ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજના ૫.૪૫ કલાકે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન અને સંધ્યાઆરતી પછી શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા ‘શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને સંદેશ’ વિશે પ્રવચનનું આયોજન થયું હતું. ૮.૧૫ કલાકે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તોએ ભાવથી માણ્યો હતો.

શ્રીરામકૃષ્ણ મિશન, વડોદરા

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતભરની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાની લેખિત શીઘ્રપ્રશ્નોત્તરીનું આયોજન થયું હતું. જેમાં ગુજરાતની ૧,૨૩૩ શાળાઓના ધો.૯ થી ૧૨ના ૭૧,૩૪૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એ સ્પર્ધકોમાંથી રાજ્યકક્ષાના ૩ અને જીલ્લાકક્ષાના ૭૭ વિદ્યાર્થીઓનો પારિતોષિક સમારંભ સર સયાજીરાવ નગર ગૃહ સભાખંડમાં ૧૭ મી ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ પ્રસંગે ઉચ્ચતર કેળવણી વિભાગના ગુજરાત સરકારના નિયામક શ્રીમતી જયંતી રવિએ સ્વની ઓળખાણ કરાવી શકે તેવા શિક્ષણની આવશ્યકતા પર ભાર દીધો હતોે. લેખિકા કુમારી જ્યોતિબેન થાનકીએ આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ દ્વારા ભૂતકાળમાં દર વખતે યોજાતી નિબંધ સ્પર્ધાની યાદ આપી હતી અને એમણે એ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળા પારિતોષિક તરીકે મેળવી હતી. એ વાંચીને એમના જીવનનું પરિવર્તન થયું છે. વડોદરાના મેયર શ્રીમતી જ્યોતિબેન પંડ્યાએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સંસ્થાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘ઘેટા અને સિંહ’ની વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને આત્મશ્રદ્ધા દ્વારા વ્યક્તિત્વ વિકાસ કરવા કહ્યું હતું. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીને સ્વામી વિવેકાનંદજીનું આકર્ષક મેડલ અને ગ્રંથમાળાનાં પુસ્તકો અપાયાં હતાં. આમંત્રિત શાળાઓ અને જિલ્લાના સંયોજકો અને સેવકોને સ્વામી વિવેકાનંદજીની છબી અને ગ્રંથમાળાનાં પુસ્તકો અપાયાં હતાં. આનંદની અને નોંધનીય વાત તો એ છે કે રાજ્યમાં પ્રથમ આવનાર વિદ્યાર્થિની અમદાવાદના દરજીની પુત્રી છે અને કચ્છ જિલ્લામાં પ્રથમ આવનાર બહેનના પિતા પાનની કેબિન ચલાવે છે.

આણંદ જિલ્લામાં સ્વામી વિવેકાનંદજીનું પ્રદર્શન

સ્વામી વિવેકાનંદજીની ૧૫૦ મી જન્મજયંતીના ઉપલક્ષમાં સ્વામીજીના પ્રેરણાદાયી, શક્તિદાયી અને સંસ્કાર પ્રેરક વિચારોના પ્રચાર-પ્રસારના હેતુથી આણંદ જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં ભવ્ય પ્રદર્શન છેલ્લા ત્રણ માસથી યોજાય છે. આણંદ જિલ્લાની ૧૬ શાળા-કોેલેજના ૯૬ વિભાગોના એક લાખ પાંચ હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો ખૂબ ઉત્સાહપૂર્વક લાભ લીધો. સર્વે વિદ્યાર્થીઓને સ્વામીજીનો ફોટો ભેટ આપવામાં આવ્યો, તથા ઉત્સાહી, સંસ્કારી વિદ્યાર્થીઓએ રૂપિયા ૧ લાખ ૪૮ હજારનાં સ્વામીજીનાં પુસ્તકો ખરીધ્યાં. તા. ૦૮-૦૯ ફેબ્રુઆરીના રોજ સરદાર પટેલ યુનિર્વસિટી દ્વારા વિદ્યાનગરમાં યોજાયેલ સર્વધર્મ સાહિત્ય મેળામાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ માર્ગદર્શન આપ્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજીએ ૩૦ પેનલવાળું પ્રદર્શન તથા ફોટા અર્પણ કર્યાં હતાં.

આ ઉપરાંત આણંદના શ્રી રમણભાઈ વકીલ સાહેબ, શ્રી નટુભાઈ ડી. પટેલ, શ્રી દેવજીભાઈ રાઠોડ, શ્રી કાર્તિકભાઈ પટેલ તથા ડભોઉના શ્રી ચંદુભાઈ પટેલનો પૂર્ણ સહયોગ મળ્યો હતો.

૨ામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમો૨િયલ, પો૨બંદ૨, જાહે૨ સભા

સ્વામી વિવેકાનંદની ૧પ૦ મી જન્મજયંતીના ઉપલક્ષ્ામાં ૨ામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમો૨િયલ, પો૨બંદ૨ દ્વા૨ા તા.૨૪-૨-૨૦૧૩ ના ૨ોજ સાંજે ૬.૦૦ થી ૭.૩૦ વાગ્યા દ૨મ્યાન એક જાહે૨ સભાનું આયોજન ક૨વામાં આવેલું હતું. જેમાં શ્રી૨ામકૃષ્ણ મિશન વડોદ૨ાના સચિવ સ્વામી શ્રી નિખિલેશ્વ૨ાનંદજી અને ૨ામકૃષ્ણ આશ્રમ, ૨ાજકોટના અધ્યક્ષ્ા સ્વામી શ્રી સર્વસ્થાનંદજી મહા૨ાજનાં વક્તવ્યોનો લાભ ભક્તોએ લીધો હતો. સભાના અધ્યક્ષ્ા પદે આ સંસ્થાના મેનેજિંગ કમિટીના ચેરમેન શ્રી ધી૨ેન્દ્રભાઈ મહેતા હતા. એમણે સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશને અનુલક્ષ્ાીને શ્રોતાગણને પોતાની વાણીનો લાભ આપ્યો હતો.

યુવશિબિર

સ્વામી વિવેકાનંદની ૧પ૦ મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા.૨પ-૨-૨૦૧૩ ના ૨ોજ એક યુવ શિબિ૨નું આયોજન સવા૨ે ૮.૩૦ થી ૧૨.૩૦ દ૨મ્યાન ક૨વામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ‘વિવેકાનંદ સેન્ટ૨ ફો૨ યુથ કાઉન્સેલિંગ એન્ડ પોઝિટિવ થિંકિંગગ પ્રોગ્રામ’નું ઉદ્‌ઘાટન થયું હતું. પછી સંસ્થાના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ આગંતુક સંન્યાસીઓ, યુવાનોનું સ્વાગત ર્ક્યું હતું. સ્વામી શ્રી નિખિલેશ્વ૨ાનંદજી અને સ્વામી શ્રી સર્વસ્થાનંદજીએ યુવાનોને સ્વામી વિવેકાનંદના દેશોન્નતિ માટેના તેમજ યુવાનો એ કાર્યમાં પોતાનું પ્રદાન કેવી રીતે કરી શકે તે વિશે પ્રભાવક પ્રવચનો આપ્યાં હતાં. શિબિ૨માં અંદાજિત ૧૩૦ બહેનો અને ૪૬ ભાઈઓએ હાજ૨ી આપી હતી. ચા વિરામ પછી પ્રશ્નોત્ત૨ીનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. તેમાં યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને કા૨કિર્દી નિર્માણ વિશે બંને સ્વામીજીઓએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે સ્વામી વિવેકાનંદનું કેલેન્ડ૨ અને પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડી

સ્વામી વિવેકાનંદની ૧પ૦ મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૬, ૮, ૧૨, ૧૩, ૧૮ ફેબ્રુઆરીના રોજ વિવેકાનંદ વિદ્યાલય ઊંટડી અને નાનાટિંબલા, શિવાંગી કન્યા વિદ્યાલય, લીંબડી, પોલિટેકનિક કોલેજ, સુરેન્દ્રનગર અને કન્યા છાત્રાલય, રાજકોટનાં ક્રમશ : ૩૦૦, ૯૦૦, ૫૦૦, ૫૦૦ અને ૧૬૦૦ એમ કુલ મળીને ૩૮૦૦ વિદ્યાર્થી ભાઈબહેનોને સંસ્થાના સચિવ સ્વામી આદિભવાનંદજીએ સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ પર પ્રવચનો આપ્યાં હતાં.

Total Views: 198

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.