।। ॐ ।।
।। मोहमुद्गरः ।।

भज गोविन्दं भज गोविन्दं
भज गोविन्दं मूढमते।
संप्राप्ते संनिहिते काले
न हि न हि रक्षति डुकृञ्करणे ।।1।।

હે મૂઢ મતિવાળા ! ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. મૃત્યુકાળ અત્યંત નજીક આવશે, ત્યારે કૃધાતુ કરણના અર્થમાં છે, એવી ગોખણપટ્ટી તારું રક્ષણ નહિ કરે, નહિ કરે. (૧)

मूढ जहीहि धनागमतृष्णां
कुरु सद्बुदिं्ध मनसि वितृष्णाम्।
यल्लभसे निजकर्मोपात्तं
वित्तं तेन विनोदय चित्तम् ।।2।।

હે મૂઢ ! ધન આવવાની-પ્રાપ્ત કરવાની લાલસા ત્યજી દે. મનમાં લાલચ વિનાની સદ્બુદ્ધિ કર. જે પોતાનાં કર્મોથી પ્રાપ્ત થયેલ ધન તું મેળવે, તેનાથી તારા ચિત્તને આનંદ આપ. (૨)

नारीस्तनभरनाभीदेशं
दृष्ट्वा मा गा मोहावेशम्।
एतन्मांसवसादिविकारं
मनसि विचिन्तय वारं वारम् ।।3।।

તું સ્ત્રીનાં સ્તનોથી ભરેલા નાભિદેશને જોઈને મોહને વશ થઈશ નહિ. આ માંસ અને ચરબીનો વિકાર છે, એમ મનમાં વારંવાર સારી રીતે વિચારજે. (૩)

नलिनीदलगतजलमतितरलं
तद्वज्जीवितमतिशयचपलम्।
विद्धि व्याध्यभिमानग्रस्तं
लोकं शोकहतं च समस्तम् ।।4।।

કમલિનીનાં પાન ઉપર રહેલું જળ અત્યંત ચંચળ છે, તેમ (માનવીનું) જીવન અત્યંત નાશવંત છે. સંપૂર્ણ સંસારને રોગ અને અભિમાનથી ગ્રસ્ત અને શોકથી હણાયેલો તું જાણજે. (૪)

यावद्वित्तोपार्जनसक्त-
स्तावन्निजपरिवारो सक्तः।
पश्चाज्जीवति जर्जरदेहे
वार्तां कोऽपि न पृच्छति गेहे ।।5।।

જ્યાં સુધી (માણસ) ધન કમાવામાં લાગેલો છે, ત્યાં સુધી તેનો પોતાનો પરિવાર તેનામાં પ્રેમ રાખે છે. પછી, જર્જરિત થયેલા દેહથી જીવે છે ત્યારે, ઘરમાં કોઈ ખબર-અંતર પણ પૂછતું નથી ! (૫)

यावत्पवनो निवसति देहे
तावत्पृच्छति कुशलं गेहे।
गतवति वायौ देहापाये
भार्या बिभ्यति तस्मिन्काये ।।6।।

જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે, ત્યાં સુધી ઘરમાં (સહુ) કુશળ પ્રશ્ન પૂછે છે. જ્યારે વાયુ ચાલ્યો જાય છે અને દેહ પડી જાય છે, ત્યારે તે શરીર જોઈને તેની પત્ની (પણ) ડર પામે છે ! (૬)

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.