(ગતાંકથી આગળ)

અંગ્રેજોની નીતિ

એવું લાગે છે કે ભારતના શિક્ષિત લોકો અને નેતાઓ પણ એ નથી જાણતા કે અંગ્રેજ શાસકોએ ભારતવાસીઓની વચ્ચે રહેલી એકતાનો નાશ કરવાના હેતુથી સમજી વિચારીને એક યોજના બનાવી હતી. તારાચંદ ‘ભારતની સ્વાધીનતાનો ઇતિહાસ’ નામના પોતાના ગ્રંથમાં શ્રીમાન વૂડ દ્વારા તત્કાલીન વાઇસરાૅય એલ્ગિને લખેલા એક પત્ર દ્વારા ઉદ્ધરણ આપે છે, ‘આપણે એક પક્ષને બીજા પક્ષ સાથે લડાવીને આપણી સત્તાને કાયમ કરી છે અને આપણે એ કાર્ય ચાલુ રાખવું જોઈએ. એટલે બધાને એક સમાનભાવે રાખવાના કાર્યને રોકવા માટે આપ જે પણ કરી શકો તે કરજો.’

જો કે અંગ્રેજો તો ભારત છોડીને ચાલ્યા ગયા. આમ છતાં પણ આપણે આ દેશમાં સંદેહ અને ઘૃણાની આગને હવા નાખીને બહેકાવીએ છીએ. આપણા શિક્ષિત લોકો પણ એ સમજવામાં નિષ્ફળ રહ્યા છે કે ઇર્ષ્યા અને પરસ્પરની ઘૃણામાંથી છૂટકારો મેળવ્યા વિના આપણે સારા નાગરિક ન બની શકીએ. ખેદની વાત એ છે કે આજની આપણી શિક્ષણ-પ્રણાલી પ્રબુદ્ધ નાગરિકતાની ભાવના અપનાવવામાં વિફળ રહી છે. એ કેટલા દુ :ખની વાત છે કે સ્વતંત્ર ભારતમાં રહેવા છતાં પણ આપણે આજે ગુલામોની જેમ આચરણ કરી રહ્યા છીએ.

ચાલો, હવે આપણે હિંદુ સમાજની વિભિન્ન જાતિઓ વચ્ચે ફેલાયેલ પારસ્પરિક ઘૃણા અને સંદેહનાં કારણોનું અધ્યયન કરીએ. બ્રિટિશ શાસન દરમિયાન સરકારી નોકરીઓ મેળવવા ઘણી મોટી સ્પર્ધા રહેતી એને લીધે નિમ્નવર્ગના લોકોમાં બ્રાહ્મણો પ્રત્યે ઇર્ષ્યાભાવ જન્મ્યો. બીજા લોકોની વચ્ચે સંદેહ અને શંકાનાં બીજ વાવવા માટે બ્રાહ્મણોએ કરેલા અન્યાય જવાબદાર ન હતા. બ્રાહ્મણો પ્રત્યેનાં સંદેહ અને ઘૃણાનો આ ભાવ ભારતના બધા ભાગોમાં નથી. ઉદાહરણ તરીકે બંગાળમાં કે જ્યાં અબ્રાહ્મણોને ઘણી મોટી સંખ્યાઓમાં સરકારી નોકરીઓ મળી છે ત્યાં ઘૃણાનો આ ભાવ એટલો તીવ્ર નથી.

વળી બ્રાહ્મણ લોકો પોતાને સર્વોચ્ચ વર્ગના માનતા રહ્યા. પરંતુ વાસ્તવિક રીતે તેઓ ખરેખર સર્વોચ્ચ વર્ગના છે ? અજ્ઞાનતા, નિર્ધનતા, સંકીર્ણમાનસિકતા, સ્વાર્થ પરાયણતા અને દુ :ખદર્દ બધી જાતિઓમાં જોવા મળે છે. સાથે ને સાથે કોઈ ને કોઈ કારણે એમણે બીજી જાતિઓ સાથે પ્રેમ અને આદર સાથેનો વ્યવહાર ન કર્યો. બીજા વર્ગાેના હિત માટે અહીં તહીં કેટલાંક કાર્યો થોડા લોકોએ કર્યાં હશે, પરંતુ આ દિશામાં ચિરસ્થાયી તેમજ સંગઠિત પ્રયત્ન થયા નથી. નિમ્નવર્ગાેમાં આધ્યાત્મિક દૃષ્ટિકોણ જાગૃત કરવા પ્રામાણિકપણે કોઈ પ્રયત્ન થયો નથી. ઉચ્ચવર્ગના લોકોએ નિમ્નસ્તરના લોકોને ઉન્નત કરવા કોઈ સાર્થક પ્રયત્ન ન કર્યો. સદીઓથી શિક્ષણ અને સંસ્કૃતિથી વંચિત રહેલ તેમજ અનાદર પામેલી જનતાના નિર્બળ વર્ગે આધુનિક શિક્ષણ મેળવ્યા પછી પોતાની હીનભાવનાથી મુક્ત થઈને આત્મવિશ્વાસ મેળવી લીધો છે. ભૂતકાળમાં પોતાના થયેલા અનાદર અને સહન કરેલ ઉત્પીડનથી આ બધું ઊભું કરનાર લોકોની વિરુદ્ધમાં એમણે ક્રોધ પણ પ્રગટ કર્યો. પરંતુ આ અસંતુષ્ટ લોકોને ભડકાવવામાં અને બ્રાહ્મણોની વિરુદ્ધ ઊભા કરવાની અંગ્રેજોની ચાલને કોઈ સમજી ન શક્યું. અંગ્રેજોએ તો પોતાનો સ્વાર્થ સાધવાનો હતો. (ક્રમશ 🙂

Total Views: 230
By Published On: May 1, 2013Categories: Jagadatmananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram