ગતાંકથી આગળ…

તમને પોતાનો પાછલો જનમ યાદ નથી માટે પુનર્જન્મનો સિદ્ધાંત અસત્ય છે – એ ટીકા બરાબર નથી કારણ કે સ્મૃતિ અસ્તિત્વનો માપદંડ નથી. જો એમ હોય તો બાળપણમાં તમારું કોઈ અસ્તિત્વ ન હતું, કારણ કે તમને એ યાદ નથી કે તમે બાળપણમાં શું કર્યું હતું.

આ પુનર્જન્મનો સિદ્ધાંત છે. પુનર્જન્મ સંસ્કૃત શબ્દ છેે, અહીં પુન : નો અર્થ છે ફરીથી. અને જન્મનો અર્થ થાય છે ઉદ્ભવવું. આ જ પુનર્જન્મની અવધારણા છે. ઈસુ ન્યૂ ટેસ્ટામેન્ટમાં કહેતા જોવા મળે છે કે જ્હોન ધ બેપ્ટિસ્ટ ઈશદૂત ઈલિયાસ હતોે, જે ફરીથી આવ્યો છે : ‘જો તમે એને સ્વીકારો, આ ઈલિયાસ છે, જેને આવવાનું હતું.’

મારું પુસ્તક ‘મેસેજ ઓફ ધ ઉપનિષદ’ વાંચ્યા પછી સર જૂલિયન હક્સલીએ મને લખ્યું હતું કે અમે એ ન કહી શકીએ કે જીનવિજ્ઞાન (genetics) પુનર્જન્મને નકારે છે. આ પુસ્તક ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા પ્રકાશિત થયું છે. (જુઓ પૃ. ૫૯૪ – ૬૦૨,૦૩) (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત – ઉપનિષદોનો સંદેશ)

એમણે લખ્યું છે : ‘હું એ નથી સમજી શકતો કે (મેસેજના) પૃષ્ઠ ૩૧૪ પર બતાવેલ માનવ વ્યક્તિત્વના ‘ઉત્તર જીવિતાના સત્ય’ (truth of survival)ના વિશે આપનો શો અભિમત છે. આ એક કલ્પના છે. જેને અનેક ધર્મો નિશ્ચિતતાના રૂપે સ્થાપિત કરવા ઇચ્છે છે, ત્યાં સુધી કે એને ‘નિશ્ચિત’રૂપે ઘોષિત કરી દીધો છે, પરંતુ કોઈ પણ (એમાં અધ્યાત્મવાદીઓ પણ છે.) એનેે તથ્યના રૂપે સ્થાપિત કરવામાં સફળ થયા નથી. બીજા લોકોની જેમ હું પણ એવું ઇચ્છું કે આ સત્ય હોય, પણ એનું કોઈ પ્રમાણ નથી. જ્યાં સુધી પુનર્જન્મનો પ્રશ્ન છે, ન માત્ર એનું કોઈ પ્રમાણ નથી, વળી જિનવિજ્ઞાનનું તથ્ય તેને અસંભવ બનાવે છે. ઓછામાં ઓછું મારા માટે તો અસંભવ બનાવે જ છે.’

એના પ્રત્યુત્તરમાં આ વાતો સાથે મેં લખ્યું :

‘જ્યારે પ્રાણીશાસ્ત્ર ટેકનિકલ શોધોનાં આશ્ચર્યોની પ્રધાનતાથી ઓછું અભિભૂત થઈને તેમજ અસ્તિત્વના રહસ્યની શોધમાં વિશુદ્ધ વિજ્ઞાનની ભાવનાથી વધારે પ્રભાવિત થશે ત્યારે તે ૨૦મી સદીના ભૌતિકશાસ્ત્રના એ સૌમ્યભાવને ગ્રહણ કરવા માટે બાધ્ય થશે. ત્યારે તે એ રહસ્યોના અસ્તિત્વની શોધખોળ કરવા માટેની પોતાની મર્યાદા પણ સ્વીકારશે કે. DNA તથા RNA વગેરેની શોધોના માધ્યમથી લયક્ષયશિંભ ભજ્ઞમય (આનુવંશિક રૂપ સંબંધી)નું રહસ્યોદ્ઘાટન માત્ર રાસાયણિક સંકેતોની શોધ છે, એના માનસિક સંકેતોનું નહિ. આ માનસિક સંકેતોના રહસ્યોદ્ઘાટનથી નવા દૃષ્ટિકોણ અને કાર્યપ્રણાલી આવશ્યક બની જશે જેનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાનને વેદાંતની પાસે લઇ આવશે. શક્ય છે કે એકવીસમી સદીમાં આ એક વૈચારિક જગતની આગલી ક્રાંતિની પ્રભાવી પટભૂમિકા બની જશે…’

કેવળ આનુવંશિક વિજ્ઞાન એક જ માતપિતાનાં સંતાનોમાં ભિન્નભિન્ન માનસિક સ્થિતિઓ, પ્રવૃત્તિઓ અને જીવનની રુચિઓને સ્પષ્ટ કરી શકતું નથી. એ સંતાનોની શારીરિક સંરચના પોતાનાં માતપિતા જેવી હોય છે, પણ એમનાં મન સમાન નથી. જેમ કે એક સંતાન ટેકનોલોજીના ક્ષેત્રમાં જાય છે, બીજું વ્યાપારમાં પડે છે અને ત્રીજું સંગીતનાટકમાં. વળી ચોથું તો ધર્મજીવન માટે પ્રતિબદ્ધ બને છે. આ અંતર જીવનના શારીરિક આધારની અપર્યાપ્તતાનું પરિચાયક છે અને કોઈ માનસિક કારકનો દાવો કરે છે.

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.