तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते
किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखीक्रियते ।
मम तु मतं शिवनामधने भवती कृपया किमु न क्रियते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।19।।

ખરેખર, તારૂં ચંદ્રકુલ સમાન નિર્મળ મુખ સમસ્ત મલિનતા દૂર કરે છે, તો અનેક દ્વારા દેહમાં આહ્‌વાન પામેલી, ચંદ્ર સમાન મુખ ધરાવતી સુંદર વદન યુકત ! આને આ સ્તુતિ કરનારે શું (તારાથી) વિમુખ કરે ખરા ? હે શિવનામરૂપી ધનવાળાં ભગવતિ, હું તો માનું છું કે આપની કૃપા હોય તો પછી શેષ શું કરવાનું હોય ? (અર્થાત્ બીજું કંઈ કરવાનું રહેતું નથી)

अयि मयि दीनदयालुतया कृपयैव त्वया भवितव्यमुमे
अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासिरते ।
यदुचितमत्र भवत्युररी कुरुतादुरुतापमपाकुरुते
जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।20।।

હે ઉમા, દીનદયાળુ હોઈને તું મારા પર કૃપા કર (તારે કૃપા કરવી જોઈએ), હે અસિધારિણિ જગત્જનનિ, તારા અનુગ્રહથી તું જેવી છે તેવી મેં માની (વર્ણવી) છે, હૃદયતાપને દૂર કરનાર હે ભગવતી, અહીં જે ઉચિત હોય તેનો સ્વીકાર કરજે ! હે ભગવતી આપના એ મહિષાસુર મર્દિનીસ્વરૂપનો વારંવાર જયજયકાર હો !

(શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્)

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.