यनोध्वस्तं जडमतवतां राज्यमेकातपत्रं
सच्चैतन्यं जनगणमनः सर्वथाऽकारि तूर्णम् ।
धर्मग्लानिः प्रवचनमहामन्त्रशक्त्या निरस्ता
उच्चैर्नीता भुवि भरतभूवैजयन्ती जयन्ती ।।1।।

હે પ્રભુ, હું સ્વામી વિવેકાનંદના દિવ્યતેજને શી રીતે વર્ણવું ? ભારત કુંભકર્ણની ઊંઘમાં અને ભૌતિકવાદમાં રત. વિવેકાનંદ આવ્યા અને સૂર્યના તાપ પહેલાં જેમ ઝાકળ અદૃશ્ય થઈ જાય તેમ આ ભૌતિકવાદ કંપીને હવામાં વિલીન. સામાન્ય જનસમૂહ હતો હતાશનિરાશ તે જાગ્યો અને પુન : પ્રબળ બન્યો. નિર્બળ ધર્મને પણ તાણ-આંચકી ઊપડી, તે પણ ફરીથી જાગ્યો અને આનંદમય બન્યો. અને વિવેકાનંદે વિશ્વના રંગમંચ પર ભારતની ધર્મધ્વજા ભવ્ય રીતે ફરકાવી.

शब्दे शब्दे भुवनजयिनी यस्य स्न्मन्त्रशक्तिः
पादे पादे सुदृढनिहिते कास्विदुत्साहशक्तिः ।
यद्दृक्पातैर्जनगणमनस्स्वाहिता राष्ट्रशक्तिः
यत्सञ्चारैः प्रथममुदिता भारती धर्मशक्तिः ।।8।।

એમના શબ્દે શબ્દે દિવ્ય અગ્નિમંત્ર વરસતા રહે, ડગલે ડગલે હરી લે આળસ-પ્રમાદ દેશજનોનાં. એમની દિવ્ય નજરે માનવ પામે દિવ્ય સમાધિ. ખૂંદી વળી સમગ્ર ભારતભૂમિ અને સૌને પાયાં ઉદાત્ત હિન્દુત્વનાં નીર; પ્રેર્યાં આધ્યાત્મિકતાની સમૃદ્ધિએ, જગાડ્યું નવું દેશાભિમાન.

(ડૉ. એસ.બી. વર્ણેકર રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.