નરેનના ઘેર સાધુ-સંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને નરેન જે કાંઈ હાથમાં આવે એ આપી દેતો. ચીજ કીમતી છે કે નહિ એનો કંઈ વિચાર જ કરતો નહિ.

મા નરેનને ખૂબ જ વઢતી, પણ સાંભળે કોણ ? એટલે એક દિવસે ખૂબ ગુસ્સે થઈને માએ નરેનને મેડી ઉપર લઈ જઈ ઓરડામાં પૂરી દીધો; અને બહારથી સાંકળ વાસી દીધી.

પણ નરેન જેવો છોકરો એમ કાંઈ સહેલાઈથી કાબૂમાં આવે કે ? એટલામાં નીચે રસ્તા પર એક ભિખારી ભીખ માગતો માગતો નીકળ્યો. તેને થયું કે, આ બાપડો ગરીબ માગવા આવ્યો છે તેને કંઈક આપવું તો જોઈએ ને ? શું આપું ? ચારે બાજુ આંખો ફેરવીને જોયું તો માનાં કપડાંની પેટીને તાળું નથી ! તરત જ પેટી ઉઘાડીને અંદરથી કીમતી કાપડ કાઢ્યું અને તે લઈને ‘અલ્યા, લે !’ એમ બૂમ પાડી. બારીમાંથી નીચે ભિખારીની પાસે ફેંકી દીધું !

ભિખારી તો ઉપર મેડીએ ઊભેલા નાનકડા છોકરાની દયાળુતા જોઈને રાજી રાજી થઈ ગયો.

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.