એક્સપ્રેસ ટ્રેન

ચીનમાં રેલવેનો એક લાખ કિ.મી.નો માર્ગ છે. આની સરખામણીએ ભારતમાં ૬૫ હજાર કિ.મી. રેલમાર્ગ છે. ‘ણ’ શ્રેણી અને ‘T’ શ્રેણીની રેલગાડીની ગતિ અનુક્રમે દર કલાકે ૧૬૦ કિ.મી. અને ૧૪૦ કિ.મી. હોય છે. આ રેલગાડીનો બાહ્ય ભાગ એલ્યુમિનિયમના પાવડરથી કોટિંગ કરેલો હોય છે. ડબ્બાનું ફ્લોર લેવલ અને સ્ટેશનનું પ્લેટફોર્મ એક જ લેવલનાં હોય છે. ગાડી પ્લેટફોર્મ પર આવતા પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચેના નાના અંતર પર એક પ્લેટ રાખવામાં આવે છે. એના ઉપરથી આપણે સૂટકેશ ખેંચી શકીએ છીએ.

ટ્રેન ઉપડતા વેંત કોચ-એટેન્ડન્ટ અસલ ટિકિટના બદલામાં એક પ્લાસ્ટિકનો પાસ આપે છે. ઉતરાણના સ્થળ પહેલાં કોચ-એટેન્ડન્ટ અસલ ટિકિટ પાછી આપે છે. આ પદ્ધતિ દ્વારા ઉતરાણ સ્થળ પહેલાં જ મુસાફરને ઉતરવા અંગેની પૂર્વસૂચના મળી રહે છે.

ટ્રેનમાં પ્રત્યેક ડબ્બામાં ત્રણ વોશબેજીન હોય છે. દેશ ઠંડો હોવાથી ચીનમાં પ્રત્યેક ટ્રેનમાં પીવા માટે ઉકળતું પાણી મળે છે. ટ્રેનમાં ઈલોક્ટ્રોનિક બોર્ડ પર ટ્રેનની ગતિ, પછીનું સ્ટેશન, તાપમાન વગેરેની જાણકારી આવતી રહે છે. કોચ નંબર કોચની અંદર પણ હોય છે. કોચમાં ખાદ્યપદાર્થ વેચવા માટે રેલવે કર્મચારી એ બધું ટ્રોલીમાં લાવે છે. રેલ કર્મચારી સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ પ્લેટ ફોર્મ પર કે ગાડીમાં વસ્તુ વેચી શકતી નથી. પેન્ટ્રીકાર અને ડાઈનિંગ કાર આપણે કલ્પના ન કરી શકીએ તેટલા સ્વચ્છ હોય છે. દરેક એક્સપ્રેસ ટ્રેન અને કેટલાંક બીજે સ્થળે તો ટેબલક્લોથવાળા ડાઈનિંગ ટેબલ હોય છે.

ચીનની રેલગાડીમાં સાઈડ બર્થ નથી હોતા. એને બદલે ત્યાં સ્પ્રિંગવાળી ફોલ્ડિંગ સીટો હોય છે. એને રિઝર્વેશન નંબર નથી હોતા. એટલે ત્યાં કોઈ પણ વ્યક્તિ બેસી શકે છે.

ધ્યાન દોરે તેવી વાત એ છે કે રેલવે માર્ગની બન્ને ત્રાંસી સાઈડ પર ઘસારો રોકવા માટે અનવરત કોંક્રિટના હીરાના આકારની ગ્રીડ અને ઘાસની અખંડ ટર્ફ હોય છે. આ ઉપરાંત રેલવે માર્ગની બન્ને બાજુએ લગાતાર વાડ હોય છે. એનાથી પ્રાણીઓ રેલવે માર્ગ પર આવતાં નથી.

સ્કાય ટ્રેન

શાંઘાઈથી લ્હાસા જનાર ટ્રેનને ‘સ્કાય ટ્રેન’ કહે છે. આ રેલવે માર્ગનો મોટા ભાગનો અંશ સમુદ્રતલથી ૪૦૦૦ મીટરથી વધારે ઊંચાઈ પર છે. ૫૦૦૦ હોર્સ પાવરનાં બે શક્તિશાળી (NJ2 ડિઝલ લોકોમોટિવ) એન્જિનથી ખેંચી જવાતી આ રેલગાડી શાંઘાઈથી લ્હાસા વચ્ચે ૪૩૭૩ કિ.મી.નું અંતર કાપે છે.

લેખકને આ માર્ગ પર જોવા મળેલ દૃશ્યમાલા : મનોહર અને સ્તંભિત કરી દેનારું દૃશ્ય, રોમહર્ષક જંગલ, આકાશ સુધી પહોંચનાર હિમાચ્છાદિત પર્વત, રમણીય અને વિશાદ ભૂ-ભાગ, નિર્મળ આકાશ, શુદ્ધ વિસ્તીર્ણ સરોવર, વિવિધ અને ચિત્રવિચિત્ર વન્યપ્રાણી, સાથે ને સાથે વાંકીચૂકી સતત સાથ દેનારી નદીઓ. ટ્રેનમાં ઓક્સિજન મળી રહે છે અને ક્ટર પણ હોય છે.

રેલવે સ્ટેશન

ચીનમાં મોટાભાગનાં સ્ટેશનો હવાઈમથક જેવાં છે. ગ્રામીણ વિસ્તાર સિવાય બાકીનાં સ્ટેશનો વાતાનુકૂલિત છે. આશ્ચર્યની વાત તો એ છે ક્ે ક્યાંય જરા પણ કચરો હોતો નથી. સ્ટેશનમાં પ્રસ્થાન અને આગમન ઉપર-નીચે અલગ મંજિલો પર હોય છે. ટ્રેન આવતાં પહેલાં થોડી જ મિનિટ પૂર્વે બોર્ડિંગ ગેઈટ દ્વારા યંત્રમાં ટિકિટની ચકાસણી થયા બાદ સીધે સીધું ટ્રેનમાં જવાનું હોય છે. ટ્રેન આવતાં કોચ-એટેન્ડન્ટ દરવાજા પાસે ઊભો રહીને ફરીથી ટિકિટ તપાસે છે. પ્લેટફોર્મ પર માત્ર મુસાફર જ પ્રવેશી શકે છે.

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.