રસ્તાઓ અને બસ સુવિધાઓ

ચીનના બસ સ્ટેશન પર પણ કેટલી સુવિધાઓ! આરામદાયક વિશ્રાંતિકા, નજીકમાં સુગમ્ય ટિકિટ બારીઓ, વિશાળ જગ્યા, સ્વચ્છ ઉપાહાર ગૃહ અને દુકાનો, સરકતો દાદરો અને પૈસા મેળવવા માટે એટીએમની સુવિધા. અહીં પણ હવાઈ મથક જેવો જ બોર્ડિંગ ગેઈટ! બધેય લકઝરી બસ! બસમાં પણ કેટલાક હવાઈ માર્ગે વિમાનમાં મળે છે એવી ખાદ્યપદાર્થની વિનામૂલ્યે સેવા!

ચીનની બધી સીટી બસ સામાન્ય રીતે એક જ ડિઝાઈનની. પ્રત્યેક હરોળમાં માત્ર બે કે ત્રણ સીટ, મોટાભાગની બસો વાતાનુકૂલિત, ઓટોમેટિક દરવાજા અને પાછળ બેસાડેલ ગિયર વિનાનું ઓટોમેટિક એન્જિન, પાવર સ્ટેયરિંગ અને ઓછા લેવલનું ફ્લોર. અનેક બસોમાં ડ્રાઈવરની સામે ક્લોઝ સર્કિટ ટી.વી. હોય છે. તેમાં બહાર જવાના દરવાજાની છબી દેખાય છે. બહાર જવાનો દરવાજો મોટો અને બસની મધ્યમાં હોય છે. આ બસોમાં કંડક્ટર હોતા નથી. ડ્રાઈવરવાળા દરવાજેથી ચડવાનું, ત્યાં સિક્કો પણ નાખવો પડે છે. સામાન્ય રીતે ક્યાંય પણ જવા માટે એક જ દર! આજકાલ અનેક લોકો પૈસાને બદલે પ્લાસ્ટિક કાર્ડનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિક કાર્ડ યંત્ર ઉપર રાખવાથી એની કિંમત ચૂકવાય છે. કેટલીક સીટી બસો અને દૂરની બસો ડબલ ડેકર હોય છે.

ચીનમાં આજ સુધીમાં ૨૦ શહેરોમાં બસ-રેપિડ ટ્રાંજિટ (BRT) વ્યવસ્થા છે, જેમાં કુલ મળીને ૬૫૦ કિ.મી. માર્ગ પર BRTની સેવા છે.

આંતરરાષ્ટ્રિય વ્યાખ્યા પ્રમાણે BRTમાં સમાવેશ કરવા સીટી બસને શહેરમાં મોટે ભાગે અલગ લેઈનવાળો રસ્તો હોવો જોઈએ, બસ સ્ટોપનો ફ્લોર બસના ફ્લોરની સમકક્ષાએ હોવો જોઈએ, ટિકિટ ખરીદવાની વ્યવસ્થા બસ સ્ટોપ પર હોવી જોઈએ, શહેરના ચોકમાં આ બસને આગળ નીકળવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ. ચીની ઇછઝ એ દૃષ્ટિએ આધુનિક લાગે છે.

ચીનના પ્રશાસને યોજનાબદ્ધ અને સુનિયોજિત પદ્ધતિનું અવલંબન કર્યું છે. એટલે આ દેશને વિશાળ અને સીધા રસ્તા મળ્યા છે. કેટલાક રસ્તા તો ખુલ્લા અને લગભગ ખાલી કે બહુ ઓછી અવર-જવરયુક્ત દેખાય છે. વિશેષ વાત એ છે કે શહેરમાં બધેય બે પૈડાંવાળાં વાહનો માટે અલગ લેઈન છે. આ ઉપરાંત ચાર પૈડાંવાળાં વાહનો માટે ૨ + ૨ અથવા

૩ + ૩ લેઈન હોય છે. એનાથી અલગ વિસ્તૃત ફૂટપાથ જોવા મળે છે. આ ફૂટપાથ એટલી પહોળી છે કે સામાન્ય રીતે એના પર વાહન પાર્કિંગ કરાયાં હોય છે અને એ ઉપરાંત લોકો પણ ચાલી શકે એટલી જગ્યા હોય છે. શહેરના રસ્તાની એક બાબત નોંધવા જેવી છે કે મોટા રસ્તાના દરેક ક્રોસિંગ પર ચારેય ખૂણે મકાનો હોતાં નથી. ફૂટપાથ પર પથ્થરોની ટાઈલ્સ લગાડેલી હોય છે. અનેક જગ્યાએ આ પથ્થરોની ટાઈલ્સ પર યંત્રોથી કાંગરા જેવી મોટી-સળંગ ઘીસી હોય છે. એને કારણે પગ લપસતા નથી અથવા તેમાં ખાંચા પણ પાડવામાં આવે છે. મજાની વાત તો એ છે કે માત્ર શહેરોના રસ્તા પર જ નહીં, પરંતુ હાઈ-વે પર પણ રસ્તાની બન્ને બાજુએ અને મેરીડિયન પર પણ ફૂલછોડ જોવા મળે છે. માઈલો સુધી લાંબા વિસ્તાર પર ફૂલ અને ફૂલ જ જોવા મળે છે. ફૂલછોડની તેઓ કેવી રીતે વૃદ્ધિ કરે છે, તેનું કેવી રીતે પાલન-પોષણ કરે છે અને એક સરખી ઊંચાઈએ એને કાતરે છે, આવી બધી બાબતો આપણને ગૂઢ લાગે છે. આ લેખકે આધુનિક યંત્રોને ઉપયોગમાં લેવાતાં જોયાં છે.

Total Views: 202
By Published On: August 1, 2015Categories: Durgananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram