(ગયા અંકમાં સંબંધો જાળવવા મૂલ્યાંકન, સ્વીકાર, અનુકૂલન, વર્તણૂક, સહિષ્ણુતા, વિસ્મરણ, ક્ષમા જેવા ગુણો કેળવવા વિશે વાંચ્યું, હવે આગળ…)

કાયમ ટકી રહેનારા સંબંધો

આપણામાંના બધા જીવનમાં પરિપૂર્ણતાને ઝંખીએ છીએ. માનવજીવનમાં સફળતાના માપદંડ અંગે સંત કબીરનો સુપ્રસિદ્ધ દોહો આમ કહે છે-

‘તમારો જન્મ થયો ત્યારે જગત હસતું હતું અને તમે રડતા હતા. એવું જીવન જીવી જાઓ કે જેથી જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે તમે હસતા હો અને જગત રડે.’

સદાચારપૂર્ણ જીવન જીવવું, સત્કર્મો આચરવાં, કોઈની હિંસા કે ઈજા ન કરવી અને અન્યની સેવા કરવી એ બધું તમારા જીવનને એટલું આનંદપૂર્ણ બનાવશે કે જગતને છોડતી વખતે તમે ખુશ હશો, જ્યારે તમારી આજુબાજુના લોકો આવી ઉમદા વ્યક્તિની વિદાયથી શોકાતુર બન્યા હશે.

આ છે આત્યંતિક પરિપૂર્ણતા અથવા તો વેપારી પરિભાષામાં તમારા જીવનનું નફા-નુકસાનખાતું. ગમે તેટલું ધન સાચો પ્રેમ કે સંબંધો પેદા કરતું નથી. સાચા પ્રેમ અને સ્નેહ સાથે સંબંધ જાળવવામાં તમારો સમય વ્યતીત કરો.

દરેક મનુષ્ય અનંત પ્રેમ, આનંદ, સુખ અને શાંતિ ઇચ્છે છે, કારણ કે માણસ એ માટે જ જન્મ્યો છે. કોઈક પૂછી શકે, ‘તમે શા માટે પ્રેમ કરવા માગો છો?’ Erich Fromm સરસ રીતે તેનું વર્ણન કરે છે, ‘તે કંઈ નહીં પણ, ઐક્યનું મનોવિજ્ઞાન છે. જ્યારે બે વ્યક્તિ એકબીજાને ચાહવા માગે છે, ત્યારે તેઓ એકબીજાની સમીપ આવવા માગે છે કારણ કે તેઓ બંને એકબીજામાં ઐક્યપણું ઇચ્છે છે.’

મૂળભૂત રીતે આ છે ઐક્યની શોધ. ગમે તેટલો પ્રયાસ કરે પણ બે પરપોટાઓને લાંબી જીવન-વાસ્તવિકતા હોઈ ન શકે. એક ને એક દિવસે તેઓ ફૂટી જવાના. જો તેઓ સમુદ્ર સાથે એકતા સાધી લે તો તેઓના સંબંધો અનંત બની રહેશે.

‘ભક્તિયોગ’ એ નામના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘પ્રેમ કરવા ઇચ્છતા બે સાન્ત પદાર્થાે વચ્ચે અનંત પ્રેમ ન હોઈ શકે.’

એનો અર્થ એ થયો કે બે પરિવર્તનશીલ દૃશ્ય વસ્તુઓ વચ્ચે અપરિવર્તનશીલ-સ્થાયી પ્રેમ ન હોઈ શકે. અનંત પ્રેમ માત્ર અનંત ‘આત્મા’ (વ્યષ્ટિ-જીવાત્મા) કે જે આપણા બધામાં અંતર્નિહિત છે અને અનંત ‘પરમાત્મા’ (સમષ્ટિ-આત્મા) એટલે કે અનંત દિવ્ય સત્તા અથવા સર્વોત્કૃષ્ટ દિવ્ય ચૈતન્ય સાથે સંભવિત છે. આને ‘સત્યમ્-શિવમ્-સુંદરમ્’ કહેવાય છે – આત્યંતિક સત્ય, આત્યંતિક પ્રેમ કે શુભત્વ, આત્યંતિક સૌંદર્ય. એક કે બીજાના મૃત્યુની સાથે જ વ્યષ્ટિ આત્માનો પ્રેમ કે સંબંધ નાશ પામે છે.

પરંતુ વ્યષ્ટિ આત્માનો સમષ્ટિ આત્મા સાથેનો પ્રેમ કે સંબંધ કદાપિ નાશ પામતો નથી. તે કાયમી, સનાતન સંબંધ છે. જો આપણે પોતાની જાતને અનંત સત્તા સાથે એકાત્મ બનાવીએ તો તે પ્રેમ કદાપિ નાશ પામતો નથી. જયારે SQ (Spiritual Quotient) નો વિકાસ થાય ત્યારે જ આવું બને છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે,

‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો, અને મુક્ત થાઓ.’

આ માટે વ્યક્તિએ કર્મ, જ્ઞાન, ભક્તિ અને રાજયોગ એમ ચાર યોગોનું અનુસરણ કરવું. કર્મયોગ એ નિ :સ્વાર્થ કર્મ અને સેવાનો પથ છે, જ્ઞાનયોગ એ સદ્ગ્રંથવાચન અને ભાવાત્મક વિચારો સહિતના ચિંતનનો માર્ગ છે, ભક્તિયોગમાં ઈશ્વર પ્રત્યે ભક્તિ અને પ્રેમ, પ્રાર્થના અને જપ એ પસંદગીયુક્ત સાધનો છે અને રાજયોગ એ મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગમાં નિર્દિષ્ટ પદ્ધતિના અમલ દ્વારા કરાતું મન પરનું પ્રભુત્વ છે. જેટલો વધુ આપણે આ ચાર યોગોનો અમલ કરીશું તેટલા વિશેષ આપણે દિવ્ય બનીશું.

આધુનિક Quantum Mechanics પુરવાર કરે છે કે આપણું વિશ્વ સર્વસમાવેશી છે. જો આપણે બીજાને છેતરીશું કે તેનું શોષણ કરીશું તો આપણને માનસિક શાંતિ મળશે નહીં, આ છે કર્મનો સિદ્ધાંત. એક વાર આપણે અનંત સાથે એકાત્મ બનીએ તો ચિરંતન સંબંધ અને અનંત પ્રેમ પ્રાપ્ત થાય છે.

જો આપણે આપણી અંદર ઈશ્વરને જોઈએ અને તે જ ઈશ્વરને બીજા બધામાં જોઈએ તો આપણે અન્યની પૂર્ણ કાળજી રાખવા અને અન્ય સાથે પ્રત્યેક બાબતની સહભાગીતા કરવા સમર્થ થઈશું. ચાલો, આપણે ચિંતનને અંદર લઈએ અને ઉચ્છ્વાસમાં તેને સેવારૂપે બહાર કાઢીએ. ચાલો, આપણે અનંતતા, પ્રેમ, આનંદ, શાંતિ અને પરમસુખ સાથે એકાત્મ બનીએ, જે સંબંધોનું આદર્શરૂપ છે.

ત્યારબાદ ત્યાં નહીં હોય પીડા, દુ :ખ, વેદના. તેથી ચાલો, આપણે બધા સંબંધોને દિવ્યસંબંધ સ્વરૂપે પરિવર્તિત કરીએ. માતા, પિતા, શિક્ષક, અતિથિ એ બધાં દિવ્યતાનાં પ્રતીકો છે. આસક્તિ સુખ લાવે છે પણ તે બધાં દુ :ખોનો સ્રોત છે.

કોઈપણ વ્યક્તિ પાસે જેટલી આસક્તિ માટે શક્તિ હોય છે તેટલી જ શક્તિ અનાસક્તિ માટે હોવી જોઈએ અને તે SQ (Spiritual Quotient) આધ્યાત્મિક આંક વિકાસ થાય ત્યારે જ શક્ય બને છે.

ઈશ્વરને સર્વત્ર નિહાળતા છેલ્લા મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફરે લખેલી અને સ્વામી વિવેકાનંદને અતિ પ્રિય એવી કવિતા સાથે હું વક્તવ્યનું સમાપન કરીશ.

તેમણે કવિતામાં લખ્યું છે, ‘વિભિન્ન ધર્મ અને માન્યતાઓવાળા લોકોએ પસંદ કરેલ ઈશ્વરનાં નામ, રૂપ અને માર્ગ જુદાં જુદાં હોય પણ અંતે તોે તે એક જ ધ્યેય તરફ દોરી જાય છે.’

શ્રીરામકૃષ્ણે વારા ફરતી પ્રત્યેક ધર્મપ્રણાલીનું અનુસરણ કર્યું અને તેવા જ નિષ્કર્ષ પર પહોંચ્યા. બધા જ ધર્મોમાં એક સમાન સાર્વત્રિક ધર્મોપદેશ જોવા મળે છે. બિનશરતી અને માગણી વિનાનો પ્રેમ તેમજ બધા માનવીય સંબંધોનું દિવ્ય સંબંધોમાં પરિવર્તન એ બધું નિશ્ચિતપણે સર્વોચ્ચ અને સાર્વત્રિક સુખ-શાંતિ, સુમેળ-સંવાદિતા, આનંદ તેમજ પરમ સુખમાં પરિણમે છે.

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.