ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર

ત્રિસુર : ત્રિસુર કેન્દ્રથી પ્રકાશિત થતા મલયાલમ માસિકપત્રિકા “પ્રબુદ્ધ કેરલમ્’ ની વર્ષપર્યંતની શતાબ્દી ઉજવણીનો સમાપન કાર્યક્રમ ૧૨મી ઓગષ્ટે યોજાયો હતો. સ્વામી ગૌતમાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખ્યાતનામ વ્યક્તિઓ અને ૮૦૦ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સામાયિકના ૧૦૦ વર્ષના લેખોના સંગ્રહની એક ડીવીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વિજયવાડા : દર બાર વર્ષે ક્રિષ્ના નદીના કિનારે યોજાતા “ક્રિષ્ન પુષ્કરમ’ના પવિત્રપર્વ નિમિત્તે વિજયવાડા કેન્દ્ર દ્વારા તા. ૧૨ થી ૨૩ ઓગસ્ટ સુધી ૨.૨૦ લાખ યાત્રાળુઓને ભોજનપ્રસાદ, છાસ અને દૂધનું વિતરણ થયું હતું. ૨૫૦૦ યાત્રાળુઓને રહેવાની સુવિધા આપવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા આ પ્રસંગે આધ્યાત્મિક પ્રવચનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ચેન્નઈ મઠ : ચેન્નઈ મઠ દ્વારા અન્ય બે સંસ્થાઓના સહયોગથી ૨૦મી ઓગસ્ટના રોજ “રક્તપિત્તના રાષ્ટ્રિય જાગરણ’ સંમેલનનું આયોજન ચેન્નઈના “સેન્ટ્રલ લેધર રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તપિત્ત-નિવારણનું કાર્ય કરતી છત્તિસગઢની એક સંસ્થાને “સ્વામી અખંડાનંદ પુરસ્કાર’ આપીને સન્માનિત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી શ્રીજગત પ્રકાશ નડ્ડા અને ગણમાન્ય વ્યક્તિઓ સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ૧૦૦ રક્તપિત્તના રોગીઓ વિશેના એક સ્મૃતિ-ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૩૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પુરી : પુરી મઠ દ્વારા પુરી રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં. ૫/૬ ઉપર તા. ૨૫મી ઓગષ્ટના રોજ એક બુક સ્ટોલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના સમાચાર

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.