સરયૂબાલાદેવીની નોંધ

‘આ પહેલાં થોડા સમયે ગિરીશ અને તેનાં પત્ની અગાસીમાં ચડ્યાં હતાં. હું બલરામબાબુના ઘેર રહેતી હતી અનેે સાંજે હવા ખાવા માટે છત તરફ ગઈ હતી. ગિરીશની અગાસીમાંથી મને જોઈ શકાય છે તે તરફ મારું ધ્યાન ન હતું. પછીથી તેની પત્ની પાસેથી મને ખબર પડી કે તેણે ગિરીશનું ધ્યાન ખેંચી કહેલું, ‘જુઓ ! ત્યાં અગાસીમાં શ્રીમા ફરે છે.’ જ્યારે આ સાંભળ્યું ત્યારે ગિરીશ તરત જ પાછું ફરી ગયો અને મોટા અવાજે કહ્યુુંં, ‘ના, ના, મારી આંખો તો પાપથી ભરપૂર છે. મારે ચોરની માફક આ રીતે તેમના સામે જોવું જોઈએ નહીં.’ આમ કહીને તે નીચે ચાલ્યો ગયો.’

15 જૂન, 1912 : બપોરના લગભગ ચાર વાગ્યા હતા. અને શ્રીમા કેટલાંક સ્ત્રીભક્તોથી વીંટળાઈ બેઠાં હતાં. સૌની સાથે હસીને વાતો કરતાં હતાં… મને જોઈ તેઓ મોટા અવાજે બોલ્યાં, ‘બેટા ! તું આવી છો ? આવ, અંદર આવીને બેસ.’

‘નિવેદિતા’ અને ‘ભારતમાં વિવેકાનંદ’ નામની બે ચોપડીઓ નીચે ઑફિસમાંથી લેવા મેં ગૌરીમાને મોકલ્યાં. મારે ‘નિવેદિતા’માંથી કેટલાક ફકરા શ્રીમાને વાંચી સંભળાવવા હતા. પુસ્તકોને જોઈ શ્રીમાએ કહ્યુુંં, ‘આ કઈ ચોપડી છે ?’

મેં કહ્યુુંં, ‘નિવેદિતા.’

શ્રીમાએ કહ્યુુંં, ‘બેટા, વાંચ. જરા સાંભળીએ. તેઓએ મને પણ એક નકલ મોકલી છે પરંતુ તે હજુ વાંચી નથી.’

ઘણા લોકો સમક્ષ મોટેથી વાંચતાં મને શરમ આવતી હતી છતાં મારી પોતાની ઉત્કંઠાથી અને શ્રીમાની આજ્ઞાથી હું, સરલાબાલાએ જેે હૃદયસ્પર્શી લખાણ લખ્યું હતું તે વાંચવા લાગી. શ્રીમા અને બીજી બધી હાજર રહેલી સ્ત્રીઓ સાંભળવા લાગ્યાં. મેં જ્યારે નિવેદિતાની ભક્તિ વિષે વાંચ્યું ત્યારે બધાંની આંખમાં અશ્રુ આવી ગયાં. શ્રીમાની આંખમાંથી આંસુ ટપકતાં મેં જોયાં. તેમણે કહેવાનું ચાલુ રાખ્યું, ‘નિવેદિતાની ભક્તિ કેટલી મહાન હતી ! તે મારા માટે જેટલું કરવા માગતી હતી તેટલું ન કરી શકી ! તે રાત્રે જ્યારે મને મળવા આવતી ત્યારે અજવાળાથી મારી આંખને નુકસાન ન થાય તે માટે મારા ઓરડામાં દીવા ઉપર એક કાગળનો કટકો ઢાંકીને દીવાનું અજવાળું ઝાંખું કરતી. તે મને નીચા નમી પ્રણામ કરતી અને બહુ જ સંભાળપૂર્વક મારા પગની રજ પોતાના હાથરૂમાલમાં એકઠી કરતી. જાણે કે મારા પગનો સ્પર્શ કરતાં પણ તે સંકોચ અનુભવતી.’ આ પ્રમાણે કહીને શ્રીમા થોડી મિનિટ નિવેદિતા વિષે વિચારો કરતાં શાંત રહ્યાં. . .

દુર્ગાદીદીએ કહ્યુુંં, ‘તે આટલી વહેલી મૃત્યુ પામી તે હિંદુસ્તાનનું કમનસીબ છે.’

બીજા કોઈએ કહ્યુુંં, ‘તે હિંદુસ્તાનની જ હોય તેમ લાગતું. એ પોતે પણ તેમ જ કહેતી. સરસ્વતી પૂજાને દિવસે તે ઉઘાડા પગે જતી અને હવનની ભસ્મ પોતાના કપાળે લગાડતી.’

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : 85-86)

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.