ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી સમારોહ

બારિશા મઠે ૧૭મી ફેબ્રુઆરીના રોજ એક વિદ્યાર્થી સંમેલન યોજ્યું હતું જેમાં ૧૧ શાળાના ૪૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શિક્ષકોએ ભાગ લીધો હતો.

ચેન્નાઈ વિદ્યાપીઠે ૧થી ૮ ફેબ્રુ. દરમ્યાન જાહેર સભાઓ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું જેમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન યોજાયેલ રક્તદાન શિબિરમાં ૧૫૦૮ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.

રામકૃષ્ણ મિશન, ભુવનેશ્વરનાં પેટા-કેન્દ્ર કટકે ૧૯ ફેબ્રુ.ના રોજ ભગિની નિવેદિતા પર યોજેલ એક પરિસંવાદમાં ૧૧૨ યુવાનોએ ભાગ લીધો હતો.

કામારકુપુર કેન્દ્ર દ્વારા ૩ ફેબ્રુ.ના રોજ સ્વયંસેવક સંમેલન, ૪ ફેબ્રુ.ના રોજ યુવા સંમેલન, ૫ ફેબ્રુ.ના રોજ ભક્ત સંમેલન, ૭ ફેબ્રુ.અને ૯ ફેબ્રુ.ના રોજ કૃષિમેળા જેવા વિવિધ કાર્યક્રમોમાં આશરે ૩૧૦૦ લોકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

કાંકુડગાછી મઠે ૨૨ જાન્યુ.ના રોજ યોજેલ ભક્ત સંમેલનમાં ૫૫૦ ભક્તોએ હાજરી આપી હતી.

લખનૌ મઠે પ ફેબ્રુ.ના રોજ યુવા સંમેલનનુ આયોજન કર્યું હતું જેમાં ૪૫૦ યુવકોએ ભાગ લીધો હતો.

મૈસૂર કેન્દ્રે ભગિની નિવેદિતા પર યોજેલ પ્રશ્નોત્તરી હરિફાઈમાં ૩૨૦ શાળાના ૩૦,૦૦૦ છાત્રોએ ભાગ લીધો હતો. ૩૦ ડિસેમ્બરે વિજેતાઓમાં ઈનામ વિતરણ થયું હતું.

પોર્ટબ્લેર કેન્દ્રે ૨૧ ફેબ્રુ.ના રોજ MBBSનાં ૩૫૦ છાત્રો માટે યુવા સંમેલનનું આયોજન કર્યું હતું.

પુરી મિશન આશ્રમે ૩ ફેબ્રુ.ના રોજ યુવા સંમેલન તેમજ ૪ અને ૫ ફેબ્રુ.ના રોજ ભક્ત સંમેલનનું આયોજન કર્યું હતું જેમાં ૪૦૦ લોકોએ હાજરી આપી હતી. તદુપરાંત મયુરભંજ જિલ્લાની શાળામાં ૧૦ ફેબ્રુ.ના રોજ લેખિત પ્રશ્નોત્તરી સ્પર્ધા અને જાહેર સભામાં ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

રાયપુર કેન્દ્રે ૧૩ ફેબ્રુ.ના રોજ એક ચર્ચા પરિષદ યોજી હતી જેમાં ૫૦૦ લોકોએ ભાગ લીધો હતો.

રાંચી મોરબાદી કેન્દ્રે ૧૪થી ૨૩ ફેબ્રુ. દરમ્યાન રાંચી અને ખુન્તી જિલ્લામાં ચાર સ્થળો પર યોજેલ યુવા સંમેલનોમાં ૧૫૦૦ યુવાનો જોડાયા હતા.

સ્વામીજીના પૈતૃક નિવાસસ્થાને ૨૩ જાન્યુ.અને ૧૭ ફેબ્રુ. એમ બંને દિવસે યોજાયેલ ભક્ત સંમેલન અને વ્યાખ્યાનમાળાઓમાં ૧૪૦૦ લોકોએ ભાગ લીધો હતો. આ કેન્દ્રે યોજેલ ૨૨ જાન્યુ. થી ૧૮ ફેબ્રુ. દરમિયાન કોલકાતા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સાત જાહેરસભાઓમાં ૩૨૦૦ લોકોએ હાજરી આપી હતી.

વિજયવાડા કેન્દ્ર દ્વારા ૧૯ ફેબ્રુ.ના રોજ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગણાની ૫૦ શાળાઓના કુલ ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.