પિતા : બેટા, આ લે 1500/- રૂપિયા !

પુત્ર : 1500/- રૂપિયા ! શેના ?

પિતા : બેટા, જ્યારથી તેં વ્હોટ્સએપ લીધું છે ત્યારથી રાતનો ચોકીદાર રાખવો નથી પડ્યો !

*  *  *

બે પાગલે હોસ્પિટલમાંથી ભાગી જવાનો પ્લાન ગોઠવ્યો.

પહેલો પાગલ : કાલે સવારે મુખ્ય દરવાજે ચોકીદારને મારીને આપણે ભાગી જઈશું.

બીજો પાગલ : હા, એ જ બરાબર રહેશે.

બીજે દિવસે બન્ને પાગલ મુખ્ય દરવાજે પહોંચ્યા. ચોકીદાર ત્યાં હતો નહીં અને દરવાજો ખુલ્લો હતો. બન્નેએ નિરાશ થઈને કહ્યું : આજે આપણો પ્લાન નિષ્ફળ ગયો, કાલે પ્રયત્ન કરીશું.

*  *  *

પત્ની પોતાનો સામાન તૈયાર કરતી હતી.

પતિ : તું ક્યાં જાય છે ?

પત્ની : મારી મમ્મીને ત્યાં !

પતિએ પણ પોતાનો સામાન તૈયાર કર્યો.

પત્ની : તમે ક્યાં જાઓ છો ?

પતિ : મારી મમ્મી પાસે !

પત્ની : પણ તો આ છોકરાઓનું શું ?

પતિ : એ પણ જાય એમની મમ્મી પાસે !

*  *  *

પતિ : આજે શાકમાં મીઠું કેમ નથી ?

પત્ની : એ તો શાક જરા દાઝી ગયેલું ને એટલે…

પતિ : દાઝી ગયેલું ને ? પણ હું કહું છું કે મીઠું કેમ નથી ?

પત્ની : અમારા સંસ્કારે શીખવ્યું છે કે જલે પે નમક નહીં છિડકતે…         (સૌજન્ય : નવનીત-સમર્પણ)

*  *  *

એક વકીલ : હવે તો તું નિર્દોષ જાહેર થઈ ગયો. મને સાચી વાત કરજે, તેં કાર ચોરી હતી ખરી ?

અસીલ : તમને કોર્ટમાં દલીલ કરતાં સાંભળીને ‘મેં કાર ચોરી નથી’ એવું વિચારવાનું શરૂ કરી દીધું છે.

*  *  *

શિક્ષકે વર્ગમાં પૂછ્યું : આ વર્ગમાં કોઈ એવો વિદ્યાર્થી છે કે જે મને પૃથ્વીની ધરીનો અર્થ સમજાવી શકે?

વિદ્યાર્થી : સાહેબ, હું સમજાવીશ. વાત એમ છે : પૃથ્વીની ધરી એ એક કાલ્પનિક રેખા છે અને એ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પસાર થાય છે અને એના પર પૃથ્વી ફરતી રહે છે.

શિક્ષક : ઘણો સારો જવાબ, પરંતુ એ રેખા પર તમે તમારાં કપડાં લટકાવી શકો ?

વિદ્યાર્થી : હા ! તમે ચોક્કસ સૂકવી શકો !

શિક્ષક : જો એમ હોય તો તમે કેવાં કપડાં એ કાલ્પનિક રેખા પર સૂકવશો ?

વિદ્યાર્થી : સાહેબ, કાલ્પનિક કપડાં !

*  *  *

એક ગામડાની શાળાની મુલાકાત લઈને શિક્ષણ સમિતિના પ્રમુખ સાહેબ બીજા ખંડમાં વિદ્યાર્થીઓને ઘોંઘાટ કરતા અને બેફામ વર્તતા જોઈને ગુસ્સે થઈ ગયા.

ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે બારણાને ધક્કો મારીને ખોલ્યું અને એક મોટેથી વાતો કરતા ઊંચેરા વિદ્યાર્થીનો કાંઠલો પકડ્યો.

તેઓ તે છોકરાને બીજા ખંડમાં ધકેલીને લઈ ગયા અને એક ખૂણામાં ઊભો રાખ્યો.

થોડી મિનિટ પછી એક નાના છોકરાએ બારણામાં માથું ઘાલીને કહ્યું : સાહેબ, હું અમારા આ શિક્ષક સાહેબને પાછા વર્ગમાં લઈ જાઉં ?

(સૌજન્ય : ગ્લોબલ વેદાંત)

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.