ગૃહિણી : મૂરખ, તારાથી એક પણ કામ બરાબર નથી થતું.

નોકર : બહેનજી, આદર સાથે વાત કરો, હું તમારો પતિ નથી.

*  *  *

પહેલાં ફોન વાયરથી બંધાયેલા હતા અને માણસ મુક્ત હતા.

હવે ફોન વાયર મુક્ત છે પણ માણસ બંધાયેલા છે.

*  *  *

એક બેંકની દીવાલ પર આમ લખ્યું હતું :

મહેરબાની કરીને અંગૂઠો લગાવી હાથ દીવાલ પર ન લૂછશો.

અરે, તેઓ જો આટલું વાંચી શકતા હોત તો અંગૂઠો શા માટે લગાવત !

*  *  *

તાજા સમાચાર

નાસાએ સંશોધન કર્યું છે કે યુવાનો અને વૃદ્ધો માટે ફેસબૂક અને વ્હોટ્સએપની બહાર પણ જીવનની સંભાવના છે…. જરાક ડોકું બહાર કાઢશો તો જડી જશે…

*  *  *

એક ભાઈએ એક બેંકમાં જઈને કહ્યું : મારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું છે.

ક્લાર્ક : કોની સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું છે?

પેલા ભાઈ : જેની પાંહે પૈસા હોય એની હારે.

*  *  *

ગામડિયાની પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોંમાં થર્મોમીટર મૂક્યું અને મોં બંધ રાખવાની સૂચના આપી.

ઘણી વાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈને ભોળા ગામડિયાએ ડોક્ટરને પૂછ્યું : આ ડાંડલી કેટલાની આવે ?               *  *  *

ગ્રાહક : અલ્યા, આ પુલાવમાં આટલા બધા કાંકરા કેમ આવે છે ?

વેઈટર : સાહેબ, તમે કાશ્મીરી પુલાવ માગ્યો હતો ને !

*  *  *

એક વહુને સાસુમાના ફોટા ઉપર કોમેન્ટ કરવી હતી.

બા તો બા હતાં બાકી !

ભૂલથી લખાઈ ગયું !

બા તોબાં હતાં બાકી !

 

*  *  *

‘બાપુનું માથું ફાટી ગ્યું’.

ડોક્ટર : બાપુ, આમ કેમ કરતા થયું ?

બાપુ : બે ચપ્પલ વડે દીવાલમાં ખીલો ઠોકતો’તો… વાંહેથી કો’ક ડાઈનો બોલ્યો કે બાપુ મગજ વાપરો….

*  *  *

જિતેશ : શું ચાલી રહ્યું છે જીવનમાં ?

ભાવેશ : સષમરષહ;

જિતેશ : એમાં કાંઈ સમજાતું નથી !

ભાવેશ : એવું જ ચાલી રહ્યું છે.

*  *  *

પત્ની : દીવાળીમાં ઘરનો ઘણો બધો સામાન લેવાનો છે હો ! પહેલાંથી લીસ્ટ બનાવી લઉં છું. બોલો, પહેલાં શું લેવું છે ?

પતિ : લોન !

*  *  *

યુવાન : કાકા, દરરોજ સવારે પલાળેલી બદામ ચાવી જાઓ તો યાદશક્તિ સુધરશે.

કાકા : અરે, પણ રાતે બદામ પલાળવાનું જ યાદ નથી આવતું. અને ક્યારેક પલાળું છું તો ખાવાનું ભૂલી જાઉં છું !

(સૌજન્ય નવનીત-સમર્પણ)

Total Views: 328

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.