પત્રકાર : સરજી, દિલ્હીમાં દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. આપ એના માટે કયાં અસરકારક પગલાં જાહેર કરવાનાં છો એ કહેશો?
પ્રધાન : જી, અમે નકકી કર્યું છે કે એક દિવસ પુરુષ બહાર જશે અને બીજે દિવસે સ્ત્રી બહાર જઈ શકશે.

* * * * *

લગ્નનો ઉમેદવાર : અલ્યા, જૂની હિન્દી ફિલ્મોના બાપ આપણને કેમ મળતા નથી ?
મિત્ર : કયા બાપ ?
લગ્નનો ઉમેદવાર : એ બાપ કે જે કાયમ એવું કહેતા હોય છે, ‘યે રહા બ્લેન્ક ચેક ઔર દફા હો જાઓ મેરી બેટી કી જિંદગી સે…. !

* * * * *

‘કોર્ટ કરતાં પત્નીઓ વધુ બાહોશ હશે ?’
‘કેમ એવું બોલે છે ?’
‘કોર્ટ સલમાન નશામાં હતો કે નહીં તે જાણી ન શકી, પરંતુ પત્નીઓ તો ફોન પર વાત કરતાં જ એ જાણી જાય છે.’

* * * * *

છગન : ડાૅક્ટર, પ્લાસ્ટિક સર્જરી કરાવવી છે, ખર્ચ કેટલો થશે ?
ડાૅક્ટર : આશરે ત્રણ લાખ રૂપિયા ખર્ચ થશે.
છગને વિચારીને કહ્યું : અને જો પ્લાસ્ટિક મારા ઘરનું હોય તો ?
ડાૅક્ટર : તો ફેવિકોલ પણ લેતા જ આવજો. હું મફતમાં જ ચોટાડી દઈશ.

* * * * *

મૃત્યુ પછી બે સ્ત્રીઓ સ્વર્ગમાં મળી.
પ્રથમ સ્ત્રી : તારું મૃત્યુ કેવી રીતે થયું ?
બીજી સ્ત્રી : ઠંડીને કારણે. અને તારું ?
પ્રથમ સ્ત્રી : હાઈ બ્લડ પ્રેશરને લીધે. વાત એવી બની કે મારા પતિ પર મને શક હતો. એક દિવસ મને જાણ થઈ કે મારા ઘરમાં તેઓ એક બીજી સ્ત્રી સાથે છે. હું ઝડપથી ઘેર પહોંચી તો તેઓ એકલાં બેઠાં બેઠાં ટીવી જોઈ રહ્યાં હતાં. મેં ઘરમાં એકે એક સ્થળ તપાસી જોયું. તે હાડમારીમાં મારું પ્રેશર વધી ગયું અને હું મૃત્યુ પામી.
બીજી સ્ત્રી : અરે, તેં ફ્રિજ ખોલીને જોયું હોત તો આપણે બન્ને જીવતી હોત.

* * * * *

પત્ની : મને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્ષનો તફાવત સમજાતો નથી.
પતિ : તું મારી પાસેથી માગીને પૈસા લે છે, એ ડાયરેક્ટ ટેક્ષ અને રાત્રે મારા ખિસ્સા ફંફોળીને લઈ છે એ ઇનડાયરેક્ટ ટેક્ષ.

* * * * *

દર્દી : ડોક્ટર, તમે ફૂલનો હાર કેમ લાવ્યા છો ?
ડાૅક્ટર : આ મારું પહેલું ઓપરેશન છે, સફળ થાય તો મારા માટે અને નિષ્ફળ જાય તો તમારા માટે !

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.