શેઠ : અરે રામુ, આજે રોટલી પર આટલું બધું ઘી કેમ લગાડ્યું છે ?
રામુ : શેઠ ! માફ કરજો. ભૂલથી મારા માટે કરેલી રોટલી તમને પીરસાઈ ગઈ !

* * * * *

શાહુકાર : અરે ભાઈ, તું જે ઉધાર લઈ ગયો છે તે ક્યારે પાછા આપીશ? ચાલ, હું અડધા પૈસા માફ કરી દઉં છું.
દેવાદાર : બાકીના અડધા હું માફ કરી દઉં ?

* * * * *

વાચક ગ્રંથપાલને કહે છે : મારે આત્મહત્યા કરવી છે. તે માટેનું કોઈ પુસ્તક હોય તો મને આપશો ?
ગ્રંથપાલ : ના, બિલકુલ નહીં.
વાચક : પણ કેમ ?
ગ્રંથપાલ : પછી તું મને પુસ્તક પાછું આપવા નહીં આવે, તેનું શું ?

* * * * *

જેઓ અમૃત પીએ છે તેમને દેવ કહે છે.
જેઓ વિષ પીએ છે તેમને મહાદેવ કહે છે.
જેઓ વિષ પીઈને પણ અમૃત પીધા જેવું મુખ રાખે છે અમને પતિદેવ કહે છે.

* * * * *

દર્દી : આખો દિવસ સુસ્તી જેવું લાગ્યા કરે છે, ઊંઘ જ આવ્યા કરે છે.
ડોક્ટર : લ્યો, આ સ્માર્ટ ફોન, ૪જી કનેક્શન લઈને વોટ્સએપ નખાવી લેજો. બધું બરાબર થઈ જશે.
સ્વેટરની દુકાને જઈને હકીમે પૂછ્યું, ‘આ સ્વેટર કેટલાનું છે ?’
દુકાનદાર : ૬૦૦ રૂપિયાનું.
હકીમ : અને પેલું કાળું ?
દુકાનદાર : ૧૮૦૦ રૂપિયાનું.
હકીમ : અરે, બન્નેના ભાવમાં આટલો ફરક કેમ ?
દુકાનદાર : ૬૦૦ રૂપિયાવાળું સાધારણ ઊનમાંથી બન્યું છે અને ૧૮૦૦ રૂપિયાવાળું ૧૦૦% વર્જિન વૂલમાંથી બનેલું છે.
હકીમ : ૬૦૦ રૂપિયાવાળું દઈ દે ભાઈ. મારે તો ઠંડી ભગાડવી છે. એમાં ઘેટાના સારા નરસા ચારિત્રથી મને શો ફરક પડવાનો ?

* * * * *

રમેશે બૂમ પાડી : પપ્પા, હું પાર્ટીમાં જાઉં છું, મોડો આવીશ.
પપ્પા : મને ન પૂછ, તારી મમ્મીને પૂછ.
મમ્મી : ના, ના. તારા પપ્પાને પૂછ.
રમેશ : સાલું, આ તે ઘર છે કે કોઈ ભારતીય બેન્કની બ્રાંચ છે.

* * * * *

એક હિતેચ્છુ,‘હું કહું છું એમાં તને સમજ પડે છે?’
પ્રતિભાવક ‘હા.’
હિતેચ્છુ, ‘શું સમજ પડે છે ?’
પ્રતિભાવક, ‘મને સમજાવવાના તમારા પ્રયાસો સમજ વગરના છે.’

 

Total Views: 115
By Published On: February 2, 2019Categories: Anandbrahma0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram