इदं शरीरं श्रृणु सूक्ष्मसंज्ञितं लिङ्गं त्वपञ्चिकृतभूतसम्भवम् ।
सवासनं कर्मफलानुभावकं स्वाज्ञानतोऽनादिरूपाधिरात्मनः ।।97।।

સાંભળો, સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે. આ અપંચીકૃત પાંચ ભૂતોથી ગઠિત થયું છે; વાસનાયુક્ત
બનીને કર્મફળનો ભોગ કરાવનાર, પોતાના સ્વરૂપ જ્ઞાનના અભાવે આત્માની ઉપાધિ અનાદિ છે.

स्वप्नो भवत्यस्य विभक्त्यवस्था स्वमात्रशेषेण विभाति यत्र ।
स्वप्ने तु बुद्धिः स्वयमेव जाग्रत कालीननानाविधवासनाभिः ।।98।।

આ સૂક્ષ્મ દેહાભિમાની જીવની (જાગ્રતથી ભિન્ન) સ્વપ્ન અવસ્થા હોય છે. એમાં (બાહ્ય કરણ રહિત)
પોતાનું જ રૂપ અંત સુધી પ્રકાશમાન રહે છે. સ્વપ્નમાં બુદ્ધિ સ્વયં જ જાગ્રતકાળની વિભિન્ન
વાસનાઓની સહાયથી કર્ર્તૃત્વ આદિ ભાવને પ્રાપ્ત કરીને વિરાજે છે.

कर्त्रादिभावं प्रतिपद्य राजते यत्र स्वयं भाति ह्ययं परात्मा ।
धीमात्रकोपाधिरशेषसाक्षी न लिप्यते तत्कृतकर्मलेशैः ।
यस्मादसङ्गस्तत एव कर्मभिर्न लिप्यते किञ्चिदुपाधिना कृतैः ।।99।।

અહીં (સ્વપ્નમાં) આ પરમાત્મા પોતે જ પ્રકાશિત થાય છે; (એની બધી વસ્તુઓના) ચિરકાલીન દ્રષ્ટા કેવળ બુદ્ધિરૂપ ઉપાધિયુક્ત, બુદ્ધિ દ્વારા કલ્પિત લેશમાત્ર કર્મ દ્વારા લિપ્ત નથી થતો, કારણ કે તે (આત્મા) અસંગ કે નિર્લિપ્ત છે, એટલે બુદ્ધિરૂપ ઉપાધિ દ્વારા કરેલાં કર્મોેથી જરાપણ લિપ્ત થતો નથી.

 

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.