अहंकारः स विज्ञेयः कर्ता भोक्ताभिमान्ययम् ।
सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते ।।104।।

આ અહંકારને, ‘હું ભલાં-બૂરાં કર્મોનો કર્તા તેમજ સુખદુ :ખનો ભોક્તા છું’,
આવા બોધ કે જ્ઞાનને અભિમાની સમજવું. અને આ જ અહંકાર સત્ત્વ આદિ ગુણો
સાથે જોડાઈને જાગ્રત, સ્વપ્ન તેમજ સુષુપ્તિ નામની ત્રણ અવસ્થાઓને પામે છે.

विषयाणामानुकूल्ये सुखी दुःखी विपर्यये ।
सुखं दुःखं च तद्धर्मः सदानन्दस्य नात्मतः ।।105।।

આ અહંકાર જ વિષયોની અનુકૂળતાથી સુખી તથા તેની પ્રતિકૂળતાથી દુ :ખી થાય છે.
આ સુખ તથા દુ :ખ તે અહંકારના ગુણો છે; સદાનંદમય આત્માના નહીં.

आत्मार्थत्वेन हि प्रेयान्विषयो न स्वतः प्रियः ।
स्वत एव हि सर्वषात्मा प्रियतमो यतः
तत आत्मा सदानन्दो नास्य दुःखं कदाचन ।।106।।

ઇન્દ્રિયોના પ્રિય વિષય, પોતાના સ્વત : ગુણોથી નહીં પરંતુ આત્માને કારણે પ્રિય લાગે છે.
જો કે આત્મા સ્વત : જ બધાનો પરમ પ્રિય છે. તેથી તે આત્મા સદાનંદ છે, તેને ક્યારેય દુ :ખ થઈ શકતું નથી.

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.