यत्सुषुप्तौ निविर्षय आत्मानन्दोऽनुभूयते ।
श्रुतिः प्रत्यक्षमैतिह्यमनुमानं च जाग्रति ।।107।।

શ્રુતિ, પ્રત્યક્ષ, પરંપરા તથા અનુમાન એ ચાર પ્રમાણ સ્પષ્ટપણે જણાવે છે કે
સુષુપ્તિ અથવા પ્રગાઢ નિદ્રા વખતે ભોગ્ય વિષયોથી રહિત આત્માના આનંદનો અનુભવ થાય છે.

अव्यक्तनाम्नी परमेशशक्तिरनाद्यविद्या त्रिगुणात्मिका परा ।
कार्यानुमेया सुधियैव माया यया जगत्सर्वमिदं प्रसूयते ।।108।।

માયા અથવા અવિદ્યા પરમેશ્વરની શક્તિ છે. તેને અવ્યક્ત પણ કહે છે. આ અનાદિ માયા જ સત્ત્વ વગેરે ત્રણ ગુણોથી સમન્વિત થઈને (વિશ્વની) કારણ-સ્વરૂપ છે. જ્ઞાનીઓ કાર્ય (જગત)ને જોઈને તેનું (માયા) અનુમાન કરે છે, જેના દ્વારા સંપૂર્ણ જગતનું સર્જન થાય છે.

सन्नाप्यसन्नाप्युभयात्मिका नो भिन्नाप्यभिन्नाप्युभयात्मिका नो।
साङ्गाप्यनङ्गा ह्युभयात्मिका नो महादभुताऽनिर्वचनीयरूपा ।।109।।

આ માયા સત્ નથી, અસત્ નથી તથા ઉભયાત્મિકા પણ નથી; (આત્માથી) ભિન્ન નથી,
અભિન્ન નથી તથા ઉભયાત્મિકા પણ નથી; તે અંગયુક્ત નથી, અંગરહિત નથી તથા
ઉભયાત્મિકા પણ નથી; તે મહા અદ્‌ભુત અને અવર્ણનીય સ્વરૂપવાળી છે.

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.