अभावना वा विपरीतभावनासम्भावना विप्रतिपत्तिरस्याः।

संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं, विक्षेपशक्तिः क्षपयत्यजस्रम्।।115।।

(અધિષ્ઠાનના યથાર્થજ્ઞાનનો) અભાવ, મિથ્યાજ્ઞાન, (કોઈપણ વસ્તુના) વિશેષસ્વરૂપમાં અવિશ્વાસ, અને સંશય (આ દોષો) આના (આ આવરણશક્તિના) સંબંધવાળાનો પરિત્યાગ કરતા નથી, (આ) નક્કી (છે. વળી આ પુરુષને) નિરંતર (રજોગુણની) વિક્ષેપશક્તિ વિક્ષેપને પમાડે છે.

તમોગુણનાં કાર્યોને કહે છે :-

अज्ञानमास्यजडत्वनिद्राप्रमादमूढत्वमुखास्तमोगुणाः।

एतैः प्रयुक्तो न हि वेत्ति किञ्चिन्निद्रालुवत्स्तम्भवदेव तिष्ठति ।।116।।

અજ્ઞાન, આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ અને મૂઢપણું આદિ તમોગુણનાં કાર્યો (છે.) આ (કાર્યો) વડે યુક્ત (પુરુષ) કાંઈપણ નથી જ જાણતો, (અને) ઊંઘેલાની પેઠે (કે) થાંભલાની પેઠે જ (ચેષ્ટારહિત) રહે છે.

सत्त्वं विशुद्धं जलवत्तथापि, ताभ्यां मिलित्वा सरणाय कल्पते ।

यत्रात्मबिम्बः प्रतिबिम्बितः सन्, प्रकाशयत्यर्क इवाखिलञ्जडम्।।117।।

(જો કે) સત્ત્વગુણ જળના જેવો બહુ નિર્મલ (છે) તોપણ તે બન્નેની સાથે (રજોગુણની અને તમોગુણની) મળીને સંસારનો હેતુ થવામાં સમર્થ થાય છે. જેમાં (જે સત્ત્વગુણના કાર્ય બુદ્ધિમાં) બિંબરૂપ શુદ્ધાત્મા પ્રતિબિંબભાવને પામ્યો હોવા છતાં સૂર્યની પેઠે સર્વ જડ (જગત)ને પ્રકાશે છે.

Total Views: 397

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.