રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૭મી માર્ચ, ૨૦૨૧ના બપોરે ૩ :૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં પ્રસ્તુત રિપોર્ટની રૂપરેખા નીચે આપવામાં આવેલ છે.

રામકૃષ્ણ મિશને નિમ્નલિખિત માન્યતા પ્રાપ્ત કરેલ છે :

૧) વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grant commission [UGC])

a) અન્ય ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓને તેમની ગુણવત્તા સુધારી NAACની માન્યતા મળે તે માટે RKMVERI (માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય), શૈક્ષણિક મહાવિદ્યાલય(કોઈમ્બતુર મિશન વિદ્યાલય), તથા શિક્ષણમંદીર(સારદાપીઠ કેન્દ્ર, બેલુર, હાવરા)ને માર્ગદર્શક સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે અને

b) ચેન્નઈ વિદ્યાપીઠની વિવેકાનંદ મહાવિદ્યાલયને સ્વાયત સંસ્થા તરીકેની પ્રતિષ્ઠા ૧૦ વર્ષ માટે લંબાવવામાં આવી.

૨) વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન (DSIR), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય (MST), ભારત સરકાર દ્વારા વિવેકાનંદ શતાબ્દિ મહાવિદ્યાલય રહારા કેન્દ્ર, કોલકતાને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા (SIRO) તરીકેની માન્યતા આપવામાં આવી.

રામકૃષ્ણ મિશનનાં નવાં શાખા કેન્દ્રો :

૧) કાસુંદિયા, હાવરા, પશ્ચિમ બંગાળ ૨) રૂરકેલા, ઓડિશા તથા ૩) વિલ્લુપુરમ, તામિલનાડુમાં શરુ કરવામાં આવ્યા. રામકૃષ્ણ મઠનું નવું શાખા કેન્દ્ર પૂર્નિયા, બિહારમાં શરૂ કરવામાં આવ્યું. રામકૃષ્ણ મઠ (કથામૃત ભવન), જે રામકૃષ્ણ મઠ (શ્યામપુકુરબાટી)નું ઉપકેન્દ્ર હતું તેને પૂર્ણ કક્ષાનું શાખા કેન્દ્ર કરવામાં આવ્યું. સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજનું કોલકતા ખાતેનું પૈતૃક મકાન રામકૃષ્ણ મઠ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું અને તેનું સ્વામી ત્રીગુણાતીતાનંદ સ્મારક (મેમોરિયલ) એવું નામકરણ કરવામાં આવ્યું. વાનકુંવર (કેનેડા) અને ક્યુરીટીબા (બ્રાઝીલ)ના વેદાંત સેન્ટરને રામકૃષ્ણ મઠના સંચાલન હેઠળ લાવવામાં આવ્યા. પિણોન હિલ્સ (અમેરિકા) ખાતેના રીટ્રીટ કેન્દ્રને હોલિવુડ વેદાંત સોસાયટીનું ઉપ-કેન્દ્ર બનાવવામાં આવ્યું.

શેક્ષણિક ક્ષેત્રમાં નીચે મુજબની નવી પ્રગતિ થઈ જે ખાસ નોંધનીય છે :

૧) ચેન્નઈ વિદ્યાર્થી ભવનમાં મિકેનીકલ, ઓટોમોબાઈલ તેમજ કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની તાલિમ માટે સ્કીલ ડેવેલોપમેન્ટ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ૨) કોઈમ્બતુર વિદ્યાલયની આર્ટ્સ એન્ડ સાયન્સ મહાવિદ્યાલયમાં ઔદ્યોગિક કાર્યનું વાતાવરણ ઊભું કરવા ઇન્ક્યુબેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ૩) રાંચી મોરાબાદી કેન્દ્રને લઘુમતીઓ માટેના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ આૅફ ઓપન સ્કૂલીંગ (NIOS) અંતર્ગત મૂલ્યલક્ષી વિવિધ કૌશલ્યના વિકાસ માટે તાલિમ શરૂ કરવા ઝારખંડ સરકાર દ્વારા નામિત કરવામાં આવ્યું.

તબીબી ક્ષેત્રે, નિમ્નાનુસાર નવા વિકાસલક્ષી કાર્યોનો ઉલ્લેખ કરી શકાય :

૧) કનખલ કેન્દ્રની અસ્પતાલમાં આૅપરેશન થિયેટર કોમ્પલેક્ષ, ICU, સર્જીકલ વોર્ડ, ડાયાલિસીસ યુનિટ અને C T સ્કેન સુવિધાઓ શરૂ કરવામાં આવી. ૨) મનસાદ્વિપ કેન્દ્ર ખાતે નવા દવાખાનાની ઇમારત ઊભી કરવામાં આવી. ૩) વૃંદાવન કેન્દ્ર ખાતે એક અસ્પતાલ અને અદ્યતન સારદા બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું. આ ઇમારતોનું બાંધકામ NABH ના ધોરણ પ્રમાણે કરવામાં આવ્યું. જેમાં બે મોડ્યુલર આૅપરેશન થિયેટરો, એક કેન્સર વોર્ડ અને MRI તથા C T સ્કેનની સુવિધાઓ ઊભી કરવામાં આવી.

ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નવી પરિયોજનાઓનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો :

૧) રાંચી મોરાબાદી કેન્દ્ર દ્વારા ૬૪૪ એકર બિનખેતી લાયક જમીનને ખેતી લાયક બનાવી અને ૨૫ ગામોના ખેડુતોને ‘સીડ વિલેજ પ્રોગ્રામ’ અંતર્ગત સારી ગુણવત્તાવાળા બીજના ઉત્પાદન માટે તાલિમ આપી.

૨) સારગાછી કેન્દ્ર દ્વારા પાંચ તબક્કે પપ(પંચાવન) ખેતરોમાં જ પરિક્ષણ કરી પશુઓમાં સામાન્ય ખોડખાંપણ તથા ઈજાનો ઉપચાર કરવા ૬૯૦ લોકોને તાલિમ આપી ૪ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા.

અમારા સંખ્યાબંધ કેન્દ્રોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ અને જાગૃતિ અભિયાન યોજ્યા હતાં. નીચે આપેલ કેન્દ્રો દ્વારા કરવામાં આવેલા કામ માટે વિશેષ ઉલ્લેખની જરૂર છે.

૧) મેંગલોર કેન્દ્ર દ્વારા a ) શહેર અને આસપાસ ૨૬ જેટલી સ્વચ્છતા ઝુંબેશ, b) ઉડીપી જીલ્લામાં ૯૯ શાળાઓમાં સ્વચ્છતા વિષયક મેજીક શો, c ) ૨૩૬ શાળાઓમાં સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને કાર્યશાળામાં ૨૩,૭૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કેન્દ્ર દ્વારા સ્વચ્છતા દિવસના પાલન માટે ૧૩૦ શાળાઓના ૧૩૦૦૦ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

૨) સાલેમ કેન્દ્ર દ્વારા સાલેમ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રામકૃષ્ણ મઠ અંતર્ગત નિમ્નલિખિત વિકાસ કાર્યો ખાસ ઉલ્લેખનીય છે :

૧) કલાડી મઠ દ્વારા તેમની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા વર્ગાેનો ઉમેરો કરવામાં આવ્યો. ૨) બારિશા મઠ દ્વારા એલોપેથીક દવાખાનું શરૂ કરવામાં આવ્યું. ૩) ચેન્નઈ મઠ દ્વારા ‘વિવેકાનંદ હાઉસ’ ખાતે સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણ વિષયક 4D (ચતુર્પરિમાણીય) વર્ચ્યુઅલ (વાસ્તવિક) ફિલ્મ શો શરૂ કરવામાં આવ્યો. ૪) કોયીલેન્ડી મઠ ખાતે વિવિધલક્ષી ખંડનું નિર્માણ કરવામાં આવ્યું.

કોવિડ-૧૯ મહામારી ફાટી નીકળવાના પગલે, કેરળ, કર્ણાટક, ઉત્તરપૂર્વ અને અન્ય સ્થળોએ વિનાશકારી પૂર, અને ઓડિશા, ગુજરાત અને પશ્ચિમબંગાળમાં આવેલાં ફાની, વાયુ અને બુલબુલ જેવાં વાવાઝોડા જેવી કુદરતી આફતોના પગલે રામકૃષ્ણ મિશન અને મઠ દ્વારા અનેક રાહત અને પુનર્વસન કામગીરી કરવામાં આવી. આ કાર્યમાં ૩૮ કરોડ ૨૪ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. ૮ લાખ ૨૪ હજાર લોકો તેનાથી લાભાન્વિત થયા.

વર્ષ દરમ્યાન, મિશન અને મઠ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને વૃદ્ધ, બિમાર અને નિરાધાર લોકોને નાણાંકીય સહાય આપવામાં આવી. જે માટે ૨૯ કરોડ ૪૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

મિશન દ્વારા ૧૦ અસ્પતાલ, ૮૭ દવાખાના, ૩૯ હરતા ફરતા મેડિકલ યુનિટ અને ૯૮૫ મેડિકલ કેમ્પ મારફત ૮૩ લાખ ૧૧ હજાર લોકોએ તબીબી સેવાનો લાભ મેળવ્યો, જે માટે ૨૭૨ કરોડ ૩૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

બાલવાડીથી વિશ્વવિદ્યાલય કક્ષા તેમજ અનૌપચારિક શૈક્ષણિક કેન્દ્રો, રાત્રીશાળા, શૈક્ષણિક માર્ગદર્શન માટેના વર્ગાે વગેરે મિશનના શૈક્ષણિક સંસ્થાનોમાં બે લાખ છાંસઠ હજાર વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો. આ શૈક્ષણિક કાર્ય માટે ૩૯૬ કરોડ ૧૯ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

૫ લાખ ૭૩ હજાર લોકો માટે ૧૩૧ કરોડ ૬૨ હજાર રૂપિયાના ખર્ચે ગ્રામીણ તેમજ આદિવાસી લોકોના વિકાસ માટે મિશન દ્વારા અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા.

અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં વર્ષભર મુખ્યમથક અને શાખા કેન્દ્રો પર વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય અંતિમ સમારોહ યોજાયો હતો. ડિસેમ્બર ૨૦૧૯માં બેલુર મઠ ખાતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બે દિવસીય બેઠક યોજાઈ હતી. અમેરિકા અને અન્ય દેશોના અમારાં કેટલાંક કેન્દ્રોમાં જાહેર સભાઓ, પ્રવચનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

ભારતની બહાર, નિમ્નાનુસાર વિકાસ કાર્યો વિશેષ ઉલ્લેખનીય છે :

૧) મુખ્ય મથક, બેલુર મઠની પહેલથી, યુનાઈટેડ કિંગ્ડમના ગ્રેટ ટોરિંગ્ટન ખાતે તેમના કૌટુંબિક કબ્રસ્તાનમાં સિસ્ટર નિવેદિતાની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. આ પ્રોજેક્ટનું ભંડોળ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું.

૨) ઢાંકા (બાંગ્લાદેશ) કેન્દ્ર ખાતે નવનિર્મિત વિવેકાનંદ ભવનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

આ તકે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના સેવાકીય કાર્યક્રમો આગળ ધપાવવા માટે અમારા સભ્યો અને મિત્રોના મળેલા સહકાર બદલ અમે તેમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.