આંતરરાષ્ટ્રીય પરિસંવાદ: કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી?

કોરોનાની મહામારીએ છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને ભરડો લીધો છે ત્યારે સૌ કોઈ તેનાથી વ્યગ્રતા, હતાશા અને તાણ અનુભવી રહ્યા છે. તેને અનુલક્ષીને રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોવિડ-૧૯ મહામારી દરમિયાન કઈ રીતે માનસિક શાંતિ મેળવવી એ વિષય પર સાત દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ એકથી સાત જુલાઈ દરમિયાન રોજ રાત્રે આઠથી નવ દરમિયાન આ પરિસંવાદ યોજાતો હતો.

પ્રથમ દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપપ્રમુખ સ્વામી ગૌતમાનંદજીએ ‘પીસ ઓફ માઈન્ડ થ્રુ પોઝીટીવ થીંકીંગ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. અમેરિકાથી બીજા દિવસે વેદાંત સોસાયટી ઓફ ન્યુયોર્કના કાર્યકારી મંત્રી સ્વામી સર્વપ્રિયાનંદજીએ ‘હાઉ ટુ ઓબ્ટેઇન પીસ ઓફ માઈન્ડ ઇન કોવિડ-૧૯ પેન્ડેમિક’ વિષય પર પ્રવચન આપ્યું હતું . ત્રીજા દિવસે વિવેકાનંદ વેદાંત સોસાયટી ઓફ શિકાગોના કાર્યકારી મંત્રી સ્વામી ઇષ્ટાત્માનંદજીએ ‘ધીસ શેલ ઓલ્સો પાસ’ વિષય પર સંબોધન કર્યું હતું. ચોથા દિવસે વેદાંત સોસાયટી ઓફ ટોરંટોના કાર્યકારી મંત્રી સ્વામી કૃપામયાનંદજીએ ‘હાઉ ટુ રીટેઈન પીસ ઓફ માઈન્ડ વ્હેન નીઅર વન ડાઈઝ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જયારે પાંચમા દિવસે રામકૃષ્ણ વેદાંત સેન્ટર,યુકેના કાર્યકારી મંત્રી સ્વામી સર્વસ્થાનંદજીએ ‘ટ્રેડીશનલ મેથડ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. છઠ્ઠા દિવસે રામકૃષ્ણ વેદાંત આશ્રમ, બ્રાઝિલના કાર્યકારી મંત્રી સ્વામી નિર્મલાત્માનંદજીએ ‘હાઉ ટુ ઓબ્ટેઈન પીસ ઓફ માઈન્ડ’; અને સાતમા દિવસે વેદાંત સોસાયટી, સેન્ટ લૂઇસ, અમેરિકાના કાર્યકારી વડા સ્વામી ચેતનાનંદજીએ ‘હાઉ ટુ ઓવરકમ ફીઅર’ વિષય પર પ્રવચન આપ્યું હતું.

સમગ્ર પરિસંવાદમાં દરેક વક્તવ્યના પ્રારંભે વક્તાનો પરિચય અને અંતે વક્તવ્યનો ટૂંકસાર હિન્દીમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યાં હતાં. આ સંપૂર્ણ પરિસંવાદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયો હતો અને હજુ પણ જોઈ શકાશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલા ઓનલાઈન આંતરરાષ્ટ્રીય પરિસંવાદ શ્રેણીને અદ્‌ભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. બાવીસ દેશમાંથી ૧૭૪૫ લોકોએ આ પરિસંવાદમાં ઉપસ્થિત રહેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દેશ-વિદેશના સેંકડો લોકો ઓનલાઈન જોડાયા હતા.

કોવિડ-૧૯ની મહામારી રાહતકાર્ય

વડોદરા કેન્દ્ર દ્વારા વડોદરા જિલ્લાનાં ૫ાંચ ગામડામાં 17 જૂન, 2021ના રોજ ગરીબો અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને 800 ફૂડ પેકેટ, 200 પુસ્તકો, 800 નોટબૂક, 200 ક્રેયોન બોક્સ, 200 પેન્સિલ સંચા-રબ્બર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જમ્મુ કેન્દ્ર દ્વારા 400 પરિવારોમાં 750 કિલો ચોખા, 2000 કિલો લોટ, 400 કિલો રાજમા, 800 કિલો દાળ, 400 કિલો મીઠું, 400 લીટર ખાદ્યતેલ, 280 કિલો મસાલા, 2000 કિલો બટાટા, 1600 કિલો ડુંગળી, 800 નંગ કપડાં ધોવાના ત્થા ન્હાવાના સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જમશેદપુર કેન્દ્ર દ્વારા 18 થી 21મે દરમિયાન 4000 લોકોને કોવિડની વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.
ઇન્દોર કેન્દ્ર દ્વારા જૂન માસમાં 1500 કિલો ચોખા, 3000 કિલો લોટ, 600 કિલો દાળ વગેરેનું વિતરણ થયુંં.

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.