મોહમુદ્ગર સ્તોત્ર

भज गोविंद भज गोविंद भज गोविंदं मूढमते।

प्राप्ते सन्निहिते मरणे न हि न हि रक्षति डुकृञ् करणे।।

ઓ મૂઢબુદ્ધિ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. જ્યારે મરણ નજીક આવશે, ત્યારે ‘डुकृञ् करणे’ (એમ વ્યાકરણ ગોખ્યા કરે છે, તે) તારી રક્ષા નહિ કરે.

मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम्।

यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम्।।

ઓ મૂર્ખ! ધન મળે એવી તૃષ્ણા છોડી દે, સદ્બુદ્ધિ કર અને મનમાં કોઈ વિષયની લાલચ ન કર. તારાં કર્મો પ્રમાણે તને જે ધન મળે, તેથી મનને આનંદમાં રાખ.

नलिनीदलगतजलमतितरलं तदत तद्वज्जीवितमतिशयचपलम्।

विद्धि व्याध्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तम्॥

આ જિંદગી કમળના પાન ઉપર રહેલા પાણી જેવી અત્યંત અસ્થિર અને અતિશય ચપળ છે; તેમ જ બધા લોકો વ્યાધિ તથા અભિમાનથી ઘેરાયેલા હોઈ (વ્યર્થ) શોકથી માર્યા જાય છે, એમ સમજ.

मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वम्।

मायामयंमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा।।

ધન, પરિવા૨ અને જુવાનીનો ગર્વ તું કર મા; એ બધાંને તો આંખના પલકારા જેટલા સમયમાં કાળ હરી લેશે. આ બધું માયામય છોડી, બ્રહ્મપદ જાણી તેમાં તું લીન થા.

दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः।

कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुञ्चत्याशावायुः॥

દિવસ ને રાત, સાંજ ને સવા૨, શિશિર અને વસંત જાય છે ને ફરી આવે છે; એમ કાળ ખેલે છે અને આયુષ વીતી જાય છે; છતાં મનુષ્ય આશાનો પવન છોડતો નથી!

भगवद्गीता किंचिदधीता गंङ्गाजललवकणिका पीता।

सकृदपि येन मुरारिसमर्चा क्रियते तस्य यमेन न चर्चा॥

ભગવદ્ગીતા થોડીક જ ભણાઈ હોય, ગંગાજળનો અતિસૂક્ષ્મ કણ પીધો હોય અને જેણે એક વાર પણ શ્રીહરિની પૂજા કરી હોય, તેની યમદેવ વાત જ કરતા નથી.

पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम्।

इह संसारे बहुदुस्तारे कृपयापारे पाहि मुरारे।।

ઓ મુરારિ દેવ! આ અપાર સંસારમાં વારંવાર જન્મ, ફરી ફરી મરણ અને ઘણી વાર માતાના ઉદરમાં હું શયન કરી ચૂક્યો છું; હવે તો કૃપા કરી આ અતિ દુસ્તર સંસારમાં મારી રક્ષા કરો.

गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम्।

नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम्॥

ગીતા અને વિષ્ણુસહસ્રનામ ગાવાં; લક્ષ્મીપતિ પરમાત્માના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું; સજ્જનોના સમાગમમાં ચિત્ત લગાડવું અને ગરીબોને (યથાશક્તિ) ધનદાન કરવું.

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.