(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીમા શારદાદેવીની તિથિપૂજા પ્રસંગે હવન

ગુરુવાર, 15મી ડિસેમ્બર, 2022 ના રોજ શ્રીમા શારદાદેવીની 170મી તિથિપૂજા ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ પૂજા, હવન અને ભજન કરવામાં આવ્યાં હતાં. સ્વામી નિખિલેશ્વરાનંદે ‘શ્રીમા શારદાદેવીનાં જીવન અને ઉપદેશો’ પર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે 1300 જેટલા ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે જ દિવસે સાંજે મંદિરમાં શ્રીમા-નામ-સંકીર્તન કરવામાં આવ્યું હતું.


શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વ્યક્તિત્વ વિકાસ નિવાસી શિબિર

27 નવેમ્બર, રવિવાર 2022 ના રોજ સવારે 6.30 થી સાંજના 7 વાગ્યા સુધી વ્યક્તિત્વ વિકાસ વર્ગની નિઃશુલ્ક નિવાસી શિબિર સંપન્ન થઈ, જેમાં 49 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. દિવસ દરમિયાન શ્રીમંદિરમાં ધ્યાન, વેદપાઠ; વિવેક હૉલમાં યોગાસન, પ્રાણાયામ; મેદાનમાં એકાગ્રતાની રમતો; સ્વામી શંકરેશાનંદજી દ્વારા શાંતિમંત્ર તથા ગીતાપાઠ; સ્વામી ધર્મપાલાનંદજીનું પ્રેરણાદાયી પ્રવચન; વ્યક્તિત્વ વિકાસ વિષય પર વીડિયો-શોના માધ્યમથી સંવાદ-પરિસંવાદ; વિવેકાનંદ બૂક વર્લ્ડ તથા ચિલ્ડ્રન લાઇબ્રેરીની મુલાકાત; શ્રીમા શારદાદેવી તથા શ્રીરામકૃષ્ણદેવનાં જીવનચરિત્રના પ્રસંગો; અંતે સંધ્યા આરતી હતાં. શિબિરના અંતમાં દરેક વિદ્યાર્થીઓને સુંદર ભેટ પણ આપવામાં આવી હતી.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ

રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા વિવિધ સેવાકાર્ય


રામકૃષ્ણ મઠ, અમદાવાદ તરફથી સાણંદ તાલુકાના લેખંબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો માટે નિશુલ્ક હરતું ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ રેલવે કંપની લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારી માટેના ભંડોળમાંથી અપાયેલ આ મેડિકલ વેનનો પ્રારંભ લેખંબા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં દીપપ્રાગટ્ય દ્વારા અમદાવાદ મઠના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ કર્યો હતો. આ પ્રસંગે ઘણા મહાનુભાવો, અગ્રણીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જરૂરતમંદ લોકોને નવેમ્બર 2022માં ૫૦ જેટલા ધાબળા તથા રાશનકીટનું વિતરણ પણ મઠ તરફથી કરવામાં આવ્યું હતું.

Total Views: 453

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.