શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ફલહારિણી કાલી પૂજા

રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ થયાં હતાં. આ પાવન અવસરે ૧૫૦ જેટલા ભક્તજન ઉપસ્થિત રહ્યાં.

સર્વધર્મ સમન્વય વિષય પર આંતર્રાષ્ટ્રીય પરિસંવાદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતી પ્રસંગે તા. ૧૮ જૂનના રોજ શાંતિ અને સ્વાધીનતા માટે ‘સર્વધર્મ સમન્વય’ પર આંતર્રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદ શિકાગોમાં આગામી ૧૪ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિશ્વ ધર્મ પરિષદની પૂર્વભૂમિકારૂપે પણ ઘોષિત કરવામાં આવ્યો. પરિસંવાદનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિરૂપે પધારેલ રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. જનરલ સેક્રેટરી સ્વામી બલભદ્રાનંદજી અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓના વરદ હસ્તે કરવામાં આવ્યું તથા મુખ્ય અતિથિએ ઉદ્ઘાટન વક્તવ્ય આપ્યું. હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, બુદ્ધ, જૈન, શીખ અને પારસી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના રજૂ કરી. ઉદ્ઘાટન સત્રમાં પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ્સ રિલીજીયન્સ, શિકાગોના ચેરમેન શ્રી નિતીન અજમેરા યુ.એસ.એ.થી ઓનલાઈન જોડાયા અને શિકાગોની આગામી ધર્મસભા વિશે માહિતી આપી. યુ.એસ.એ.થી વિવેકાનંદ વેદાંત સોસાયટી ઑફ શિકાગોના મિનિસ્ટર-ઇન-ચાર્જ સ્વામી ઈશાત્માનંદજીએ પણ ઓનલાઈન જોડાઈ ‘સ્વામી વિવેકાનંદ અને શિકાગો’ વિષય પર વક્તવ્ય આપ્યું.

હિંદુ ધર્મના પ્રતિનિધિરૂપે સ્વિટ્ઝરલેન્ડના વેદાંત સેન્ટર ઓફ જીનીવાના સ્પિરિચ્યુયલ હેડ સ્વામી વેદનિષ્ઠાનંદજી, ઇસ્લામ ધર્મના પ્રતિનિધિરૂપે વર્લ્ડ સૂફી પાર્લામેન્ટના જનરલ સેક્રેટરી ડૉ. અબ્દુલ સામી બુબેરે, ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિરૂપે ગાંધીનગરના આર્ચબિશપ થોમસ મેકવાન, બુદ્ધ ધર્મના પ્રતિનિધિરૂપે મહાબોધિ સોસાયટી ઑફ ઈન્ડિયા, બોધગયાના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. વરસંબોધિ ભિખ્ખુ, જૈન ધર્મના પ્રતિનિધિરૂપે પંન્યાસ શ્રી હ્રીંકારસુંદર વિજયજી સાહેબ, શીખ ધર્મના પ્રતિનિધિરૂપે વડોદરાના નાનકવાડી સાહેબ ગુરુદ્વારાના જનરલ સેક્રેટરી ગુરદીયાલસિંહ ખૈરા અને પારસી ધર્મના પ્રતિનિધિરૂપે મુંબઈના એરવાડ હોર્મુઝ દાદાચાનજીએ પોતપોતાના ધર્મના દૃષ્ટિબિંદુથી ઉદ્ઘોષિત વિષય પર વક્તવ્ય આપ્યાં. રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લુસાકાના સ્પિરિચ્યુયલ ડાયરેક્ટર સ્વામી ગુણેશાનંદજીએ સર્વધર્મ સમન્વય અને રામકૃષ્ણ મિશન વિષય પર વક્તવ્ય આપ્યું. આ કાર્યક્રમમાં ૨૭ દેશોના અને વિવિધ સંપ્રદાયોમાંથી લગભગ ૪૦૦ જેટલા સહભાગીઓ જોડાયા હતા.

સર્વધર્મ સમન્વય વિષય પર આંતર્રાષ્ટ્રીય પરિસંવાદ

બિપરજોય ચક્રવાત રાહત કાર્ય

રાજકોટ આશ્રમ દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ભોજપરા વાડી વસાહત, મકનસર, સિંધાવદર, લીંબાડા, ભેરડા, માટેલ, વિરપુર અને પંચાસરના તથા રાજકોટના રૈયા, વાવડી, માધાપર અને કોઠારિયા ઝૂંપડપટ્ટીના શેલ્ટર કેમ્પમાં ગાંઠિયા અને લાડુનાં ૫૦૦૦ ફૂડપેકેટ્સ અપાયાં હતાં. રાજકોટના ઉપર્યુક્ત કેમ્પમાં ૧૦ થેપલાં અને અથાણાંવાળાં ૧૩૭ ફૂડપેકેટ્સ અપાયાં હતાં. ભોજપરા અને વાંકાનેર ગામમાં ૩ કિલો ઘઉંનો લોટ, ૨ કિલો ચોખા, ૧ કિલો મગદાળ, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું, ૫૦૦ ગ્રામ તેલ, ૨૦૦ ગ્રામ ચા, ૧૦૦ ગ્રામ હળદર, ૧૦૦ ગ્રામ મરચું પાવડર તથા ૬ નંગ મીણબત્તી ધરાવતી એમ લગભગ ૯ કિલોની ૧૦૦ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

બિપરજોય ચક્રવાત રાહત કાર્ય

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

આશ્રમ પરિસરમાં 9 જૂનના રોજ યોજાયેલ નિ:શુલ્ક નેત્રશિબિરમાં 78 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી. ડી.કે. ગજેરાની ઓજસ આંખની હોસ્પિટલમાં જરૂરતમંદ 52 દર્દીઓના મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યાં.

બાલ સંસ્કાર શિબિર 2023

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં બાલ સંસ્કાર શિબિર 2023

3 થી 27 મે સુધી નિ:શુલ્ક બાલ સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. શ્રી પૂંજાભાઈ મોઢવાડિયા અને આશ્રમના એક દીક્ષાર્થી મુખ્ય મહેમાન હતા. શિબિરમાં દરરોજ 100 જેટલાં બાળકો હાજર રહેતાં; જેમાં રોજિંદા વેદપાઠ, ભજન, મૂલ્યશિક્ષણ વર્ગો, વાર્તાકથન, પેપર કટીંગ, ચિત્ર, સાંસ્કૃતિક વારસો, નૃત્ય, નાટક, રમતો, વૈદિક ગણિત બાળકોને અમારા શિક્ષકો દ્વારા શીખવવામાં આવ્યું હતું. 28મેના રોજ સાંજે 4.30 થી 6.30 દરમિયાન વિદાય સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ સ્વદેશ મંત્ર, સાંસ્કૃતિક નૃત્યો, નાટક, યોગ વગેરે સાથે અભિનય કર્યો. ‘ધ કપ’ સ્વામીજીની કવિતાનું એક વિદ્યાર્થી દ્વારા પઠન કરવામાં આવ્યું.

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.