1. આધુનિક જિનેટિક્સનો ઇતિહાસ:

આધુનિક જિનેટિક્સ (જનીનવિદ્યા) નો પાયો 19મી સદીમાં ગ્રેગોર મેન્ડેલ નામના ઑસ્ટ્રિયન સાધુએ નાખ્યો હતો. વટાણાના છોડ સાથે સંવર્ધન પ્રયોગો દ્વારા, મેન્ડેલે આનુવંશિકતાના મૂળભૂત સિદ્ધાંતો શોધી કાઢ્યા હતા. તેમના પ્રયોગોથી આપણે જાણ્યું કે કેવી રીતે લક્ષણો પેઢી દર પેઢી વારસામાં મળે છે.

2. ડબલ હેલિક્સ સ્ટ્રક્ચરની શોધ:

– 1953 માં DNA (ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ) ની રચનાની શોધના કારણે આપણી  જિનેટિક્સની સમજમાં ધરખમ વધારો થયો હતો. ડબલ હેલિક્સ માળખું જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક દ્વારા શોધવામાં આવ્યું હતું. આપણી આંખોનો રંગ, આપણી બુદ્ધિક્ષમતા, આપણું સ્વાસ્થ્ય, બધું જ આ DNA દ્વારા નિર્ધારિત થાય છે.

ક્રિસ્પર પદ્ધતિ:

આપણને એ તો ખબર પડી ગઈ કે DNA આપણી શારીરિક લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે. તો હવે શું એ સંભવ છે કે DNAમાં ફેરફાર કરીને આપણી પસંદગી અનુસારના બાળકોને જન્મ આપવામાં આવે કે જેની બુદ્ધિ, સ્વાસ્થ્ય, વગેરે સર્વોત્તમ હોય? હા, ડૉ. જેનિફર ડૌડના દ્વારા વિકસિત ક્રિસ્પર (CRISPR) પદ્ધતિ આ પણ કરી બતાવે છે. તેમને 2020માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

ફાયદાઓ અને જોખમો:

CRISPR ટેક્નોલોજી દ્વારા, આનુવંશિક રોગોની સારવારમાં, કૃષિ પદ્ધતિઓના વિકાસમાં અને વૈજ્ઞાનિક સમજણને આગળ વધારવામાં અપાર સહાયતા મળશે. સાથે સાથે જ જાોખમ પણ ઘણાં છે. આપણા DNAને બદલીને એક નવા પ્રકારની પેઢીના સૃજન કરવાની ક્ષમતા આપણા હાથમાં ભયાનક જવાબદારી આપે છે. જો કોઈ વિકૃતબુદ્ધિ સરમુખત્યાર પોતાના દેશમાં આ પ્રકારના પ્રયોગો ચાલુ કરે તો મનુષ્યજાતિના ભવિષ્યનું શું થશે?

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.